ભારે હથિયારો અને રોકડ સાથે પકડાયા
સૌરાષ્ટ્રના કુખ્યાત ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા અને તેની ટોળકીના 4 શખસોને પોરબંદર પોલીસે સકંજામાં લીધા છે. લગભગ 20 દિવસ પહેલા થયેલી મારામારીની ઘટનામાં નામ બહાર આવતાં, પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની આગેવાની હેઠળ પોલીસ ટીમે તમામ શખ્સોને વહેલી સવારે પૂછપરછ હાથ ધરી ઝડપી પાડ્યા છે. અપરાધી ભીમા દુલાની ધરપકડ દરમિયાન, તેની પાસે થી ધોકા, તલવાર, ભાલા, લાકડી, અને પિસ્તોલ સહિત 70 થી વધુ હથિયારો મળી આવ્યા છે. આ સાથે લાખો રૂપિયાની રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે, જે એના ગુનેગારી સામ્રાજ્યના પ્રભાવને દર્શાવે છે. આ જંગી કામગીરી દરમિયાન, કોઈપણ પ્રકારની દયા રાખ્યા વગર પોરબંદર પોલીસે આ કિસ્સાનો પર્દાફાશ કર્યો છે.
- Advertisement -
આ શખસોને વધુ પૂછપરછ માટે આદિત્યાણા ગામેથી પોરબંદર એલસીબી કચેરી ખાતે લાવવામાં આવ્યા છે, જ્યાં અન્ય આરોપીઓ અને હથિયારો વિશેની વિગતવાર તપાસ ચાલુ છે. ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા પર સંખ્યાબંધ ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયા છે અને તાજેતરના મારામારીના ગુનામાં તેની સંડોવણી સામે આવ્યા બાદ પોલીસની આંખમાં આવી ગયેલા શખ્સોને ઝડપી પાડવામાં સફળતા મળી છે.