‘સિધ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય’ પંક્તિને સાર્થક કરતાં આકૃતિ પટેલ
ઓપનિંગના દિવસે ખાસ ઓફર અપાશે: હેર, સ્ક્રિન, નેઈલ સહિતની તમામ ટ્રીટમેન્ટ અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં બિગેસ્ટ ‘આકૃતિ સલોન એન્ડ એકેડમી’નો ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે. આગામી તા. 22ના રોજ 213, ઈન્દિરા સર્કલ, રવિરત્ન પાર્ક-2, યુનિ. રોડ ખાતે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને અતિઆધુનિક બ્યુટી સલોનનો ધમાકેદાર પ્રારંભ થવા જઈ રહ્યો છે. ‘આકૃતિ બ્યુટી સલોન’માં દરેક પ્રકારની સ્કીન, હેર સહિતની બ્યુટી ટ્રીટમેન્ટ કરી આપવામાં આવશે.
કહેવાય છે ને કે ‘સિદ્ધિ તેને વરે જે પરસેવે ન્હાય’ આ પંક્તિને સાર્થક કરી છે બ્યુટી સલોનના આકૃતિબેન પટેલે. આકૃતિબેન પટેલ પોતે જાતે કંઈક અલગ અને નવું કરવાની ધગશ અને પોતાની મહેનતથી આગળ વધવાની દ્દઢ ઈચ્છા શક્તિઓને પૂરી કરવા પાર્લરમાં નોકરીની શરૂઆત 2000થી કરી અને સતત 12 વર્ષો સુધી નોકરી કરી ત્યાર બાદ કોઈ જ સપોર્ટ કે હેલ્પ વિના પોતાની વ્યક્તિગત મહેનત અને લગનથી પોતાનું નાનું પાર્લર માત્ર એક નાની રૂમથી શરૂ કર્યું. શરૂઆતમાં ઘણા પ્રોબ્લેમ આવ્યા પણ હિંમત હાર્યા વિના 12 વર્ષો સુધી વ્યક્તિગત મહેનત અને સાહસથી આજે પોતાના સુઝબુઝ અને આવડતથી 24 વર્ષોના અનુભવ પછી સૌરાષ્ટ્રનું સૌથી મોટું અને અતિઆધુનિક બ્યુટી સલોન શરૂ કરી રહ્યા છે. અનેક સુવિધાઓ આ સલોનમાં મળશે. સાથે જ બ્યુટી સલોનના ઓપનીંગના દિવસે ખાસ ઓફર રાખવામાં આવી છે.
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું સૌથી મોટું કહી શકાય તેવું અને સૌથી અતિઆધુનિક બ્યુટી સલોન રાજકોટના સૌથી વધુ વિકસિત અને હાર્દસમા યુનિવર્સિટી રોડ પર ઈન્દિરા સર્કલ પાસે ધમાકેદાર પ્રારંભ થશે. 4500 સ્કવેર ફૂટ એરિયામાં ફેલાયેલ છે આ સલોન. જેમાં હેર, સ્કીન, નેઈલ સહિત બ્રાઈડલ વગેરે અલગ-અલગ વિભાગો, અનુભવી સ્ટાફ, 3 ફ્લોરનું અતિઆધુનિક બ્યુટીસલોન, 18થી વધુ બ્રાઈડલ એક સાથે તૈયાર થઈ શકે એવી વ્યવસ્થા, 13 પ્રાઈવેટ પ્રીમિયમ બ્યુટી રૂમ્સ, 25થી વધુ દરેક વિભાગના અનુભવી અને ટ્રેઈન્ડ સ્ટાફ મેમ્બરની ટીમ અને ખૂબ જ આરામદાયક અને વિશાળ રિસેપ્શન એરિયા સાથે આ સલોન તૈયાર કરવામાં આવ્યું છે. આમ બ્યુટીની દુનિયામાં ‘આકૃતિ સલોન’નો વધુ એક ઉમેરો થયો છે. સલોનના ઓપનીંગના દિવસે લેડીઝ માટે ખાસ ઓફર મૂકવામાં આવી છે, જેમાં ઓપનીંગના દિવસે વિઝીટ લેનારને એક વર્ષ માટે 10 ટકા ડિસ્કાઉન્ટવાળું મેમ્બરશિપ કાર્ડ આપવામાં આવશે. આ મેમ્બરશિપ કાર્ડમાં હેર એન્ડ સ્કીનની ટ્રીટમેન્ટ 10 ટકા ડિસ્કાઉન્ડમાં કરી અપાશે.