સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઈતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા ખેલાડીને ભારતીય હેન્ડબોલ ટીમમાં સ્થાન મળ્યું; યુનિવર્સિટીના પદાધિકારીઓએ શુભકામનાઓ પાઠવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને કુંડલીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની વિદ્યાર્થિની સુશ્રી ઝાપડિયા દયા એ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદગી મેળવીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગૌરવ અપાવ્યું છે. દયા ગુજરાત રાજ્યમાંથી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી પસંદ થનાર એકમાત્ર ખેલાડી બની છે.
હાલમાં ચંડીગઢ ખાતે યોજાયેલા ઇન્ડિયા કેમ્પ – હેન્ડબોલ જુનિયરમાં દયાએ અદ્ભુત પ્રદર્શન કરીને ભારતની મુખ્ય ટીમમાં સ્થાન મેળવ્યું છે. હવે તે આઈએચએફ કોન્ટીનેન્ટલ ટ્રોફી – હેન્ડબોલ (બહેનો) માં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે, જે 24 થી 28 નવેમ્બર દરમિયાન થાઈલેન્ડમાં યોજાનાર છે. યુનિવર્સિટીના રમતગમતના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ મહિલા ખેલાડીને ભારતીય હેન્ડબોલ ટીમમાં પસંદગી મળી છે, જેનાથી કુલપતિ ડો. ઉત્પલ જોશી સહિતના પદાધિકારીઓએ દયાને શુભકામનાઓ પાઠવી છે.



