ફરિયાદી લોકરક્ષક તરીકે ટ્રાફિક શાખા પોલીસ વિભાગમાં નોકરી કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
બનાવની હકીકત જોવામાં આવતાં ફરિયાદી બલભદ્રસિંહ ટીનુભા જાડેજા દ્વારા રાજકોટ શહેર એસીબી પોલીસ સ્ટેશનમાં એવી ફરિયાદ કરવામાં આવેલ કે તા. 10-3-25ના રોજ તેઓ સૌરાષ્ટ્ર યુનિ.ના પરીક્ષા વિભાગ ખાતે ગયેલ અને તેઓને બી.એ. સેમ.-6 (એટીકેટી)ની પરીક્ષાનું ફોર્મ ભરવાનું હોય જેથી તેઓ ત્યાં ગયેલ હતાં. ત્યાં બે વ્યક્તિઓ હાજર હતાં. જેનું નામ તેઓને ખબર નથી. તેઓએ સદરહુ પરીક્ષાના ફોર્મ ભરવા માટે કોલેજ ખાતે જવાનું કહેલ, ત્યાર બાદ તા. 11-3-25ના રોજ તેઓ એમ.પી.શાહ કોલેજ સુરેન્દ્રનગર ખાતે ગયેલ અને ત્યાં કોલેજના કલાર્ક મોરીભાઈને મળેલ અને યુનિ. ગયાની વાત કહેલ તેમજ ફોર્મ ઓનલાઈન પોર્ટલ પરથી એકસેસ કરી દેશે અને ત્યાં જઈને હીરેનભાઈને ફોન પર વાત કરવાનું કહેલ જેથી મોરીભાઈએ જણાવેલ કે તેઓ પાસે હીરેનભાઈના ફોન નંબર નથી જેથી ફરિયાદીએ સિદ્ધરાજસિંહ ઝાલા મારફત હીરેનભાઈના નંબર મેળવી ફોન કરેલ હતો જેથી હીરેનભાઈએ કહેલ કે મને ડાયરેકટ કેમ ફોન કર્યો, અને મારા નંબર ક્યાંથી મેળવ્યા તેમ કહી ફોન કાપી નાખેલ હતો. ત્યાર બાદ ફરિયાદીએ આ સિદ્ધરાજસિંહને વાત કરતાં સિદ્ધરાજસિંહએ કહેલ કે મારું નામ આપી તમો તેની સાથે વાત કરી લો જેથી સિદ્ધરાજસિંહનો રેફરન્સ આપતાં હીરેનભાઈએ વાત કરેલ અને તેઓએ જણાવેલ કે તમારા ફોર્મનું કામ ત્યાં કોલેજથી નહીં થાય, તમારે રૂબરૂ સૌ. યુનિ. આવી ફોર્મ ભરવું પડે અને તે માટે જરૂરી ડોક્યુમેન્ટો લાવવાનું જણાવેલ ત્યાર બાદ બીજા દિવસે તા. 12-3-25ના રોજ ફરિયાદી સૌ.યુનિ. ખાતે ગયેલ અને હીરેનભાઈને મળેલ અને હીરેનભાઈને કહેલ કે કાલે વાત થયેલ હતી તે મુજબના ડોક્યુમેન્ટો લઈને આવેલ છું જેથી હીરેનભાઈએ કહેલ કે તમારે તમારી પરીક્ષાનું ફોર્મ ભરવું હોય તો મારી સાથે રૂા. 5000નો વહીવટ કરવો પડશે તેમ વાત કરેલ જેથી ફરિયાદીએ સિદ્ધરાજસિંહને ભલામણ કરવા અંગેની વાત કરેલ ત્યાર બાદ સિદ્ધરાજસિંહએ કહેલ કે હીરેનભાઈને તમારી ભલામણ કરી દીધેલ છે તે તમારું કામ કરી દેશે.
- Advertisement -
તા. 12-3-25ના સાંજના તેઓને આ હીરેનભાઈને રકમ આપવી ન હોય જેથી તેઓના મોબાઈલ નંબર પરથી વ્હોટ્સએપ કોલ કરી અને તેના મિત્ર યજ્ઞદીપસિંહ પરમારનો બાજુમાં ફોન રાખી અને તેમાં સદરહુ વાતચીતનું રેકોર્ડીંગ કરેલ હતું અને તેઓને રકમ બાબતે તથા ફોર્મ ભરવા બાબતે નક્કી થયેલ અને રૂા. 5000 માગણી કરેલી હતી, તે આપવાનું નક્કી થયેલ અને ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોય જેથી ફરિયાદી એ.સી.બી. પોલીસ સ્ટેશન રાજકોટ ખાતે ગયેલ હતા. ત્યાર બાદ એ.સી.બી.ના અધિકારીઓ સાથે સદરહુ બનાવ અંગે વાતચીત કરેલ અને ફરિયાદીએ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી હતી. સદરહુ બનાવ બાબતે રાજકોટ શહેર એ.સી.બી. પોલીસ દ્વારા તા. 13-3-25ના રોજ ફરિયાદી બલભદ્રસિંહ ટીનુભા જાડેજાની પ્રાથમિક ફરિયાદ લીધેલ.
ત્યાર બાદ સદરહુ ફરિયાદ અન્વયે એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા પ્રાથમિક પંચનામુ અને પ્રાથમિક ફરિયાદ નોંધી તા. 19-3-25ના રોજ ટ્રેપ ગોઠવવામાં આવેલ અને નક્કી થયા મુજબ ટ્રેપ ગોઠવેલ અને ત્યાર બાદ બધા ટ્રેપીંગ અધિકારી તેમજ પંચો તેમજ ફરિયાદી બધા ગાડીમાં બેસી લાંચની રકમ આપવા માટે સૌ.યુનિ. પોલીસ સ્ટેશન જવા રવાના થયેલ અને ત્યાર બાદ નક્કી થયા મુજબ રૂા. 5000 આ રકમ આરોપી હીરેનભાઈને આપવાનું કહેતાં તેઓ ત્યાં હાજર ન હોય તેઓને બેથી ત્રણ વખત ફોન કરેલ ત્યાર બાદ હીરેનભાઈ આવતા તેઓને રકમ આપવા જતા તેઓએ જણાવેલ કે અહીં નહીં ચાલો મારી સાથે તેમ કહી સીડી ઉતરતા સદરહુ રકમ ફરિયાદીએ આરોપી હીરેનભાઈને આપેલ અને ત્યાર બાદ ઈશારો કરતા એ.સી.બી. પોલીસ સ્ટેશનના અધિકારીઓ ત્યાં પહોંચતા હીરેનભાઈ નીકળી ગયેલ અને તેઓ મળી આવેલ નહીં જેથી થોડીવારમાં હીરેનભાઈ સીડી ચડતા હોય એસીબી પોલીસના અધિકારીઓ દ્વારા તેઓને પકડી લેવામાં આવેલ ત્યાર બાદ સદરહુ રકમ બાબતે તેઓને પૂછપરછ કરતાં તેઓ પાસેથી રકમ મળી આવેલ નહીં પરંતુ ફરિયાદીને શંકા જતાં આરોપી આ રકમ કનૈયા ચા તથા પાનની દુકાને આપી આવેલનું જાણવા મળતાં ત્યાંથી પોલીસ દ્વારા સદરહુ લાંચની રકમ રિકવર કરવામાં આવેલ હતી.
સદરહુ ગુન્હા અનુસંધાને રાજકોટ એ.સી.બી. પોલીસ સ્ટેશન દ્વારા આરોપી હીરેનભાઈ જગદીશભાઈ પદવાણીની અટક કરી જેલહવાલે કરેલા હતા. બાદમાં સદરહુ ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા વિવિધ પંચનામાઓ કરી સાહેદોના નિવેદનો નોંધી મુદ્દામાલ કબ્જે કરી આરોપી વિરૂદ્ધ નામદાર અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું. ચાર્જશીટ બાદ આરોપી હીરેનભાઈ જગદીશભાઈ પદવાણી દ્વારા રાજકોટ સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલી હતી, જે જામીન અરજી નામદાર અદાલત દ્વારા રદ કરવામાં આવેલી હતી, ત્યાર બાદ તેઓ દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવેલ હતી.
- Advertisement -
આરોપીને આ ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે તેમજ તા. 10-3-25ના બનાવ અંગેની ફરિયાદ તા. 19-3-25ના રોજ આપવામાં આવેલ છે તેમજ જે મુદ્દામાલ મેળવવા અંગે લાંચ માગવાની ફરિયાદીએ ફરિયાદ કરેલ છે તે મુદ્દામાલ અંગેની લાંચની રકમ તેઓ પાસેથી રિકવરી થયેલી નથી તેમજ તેઓ દ્વારા કોઈપણ જાતની રકમની માગણી કરેલ ન હોવા છતાં તેઓને ખોટી રીતે ખોટા કેસમાં ફીટ કરી દેવામાં આવેલ છે, તમામ તપાસ પૂર્ણ થઈ ગયેલ છે તેમજ રિકવરી ડીસ્કવરી પૂર્ણ થઈ ગયેલ છે, હાલ તપાસના કામે આરોપીની કોઈ જરૂરિયાત રહેતી નથી તેવા સંજોગોમાં આરોપીને જામીન મુક્ત કરવા જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ. બચાવ પક્ષની દલીલો અને પોલીસ તપાસના કાગળો તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચૂકાદાઓ ધ્યાને લઈ નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા હીરેનભાઈ જગદીશભાઈ પદવાણીને શરતી જામીન ઉપર મુક્ત કરવા હુકમ ફરમાવેલ હતો.
આ કામમાં ગુજરાત હાઈકોર્ટમાં વિશાલભાઈ આણંદજીવાલા તથા રાજકોટના પ્રખર ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવીર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, જય અકબરી તથા યશેશ ખેર એડવોકેટ તરીકે રોકાયેલા હતા.