કુલપતિ પ્રોફે. ઉત્ત્પલ જોશી, સાંસદ રામભાઈ મોકરિયા અને ડો. નવલ ડી. શીલુની પ્રેરક ઉપસ્થિતિ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રોફે. ડો. ઉત્ત્પલ જોશીના અધ્યક્ષસ્થાને યોજાનારી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી ની સાડત્રીસમી વાર્ષિક સાધારણ સભા શુક્રવાર, તા . 26 /09/2024 ના રોજ સાંજે ચાર વાગ્યે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં આકડાશાસ્ત્ર ભવનના આર્ટ ગેલેરી હોલમાં મળશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળી દ્વારા તાજેતરમાં નિવૃત થયેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના એમ. બી. એ. ભવનના પૂર્વ અધ્યક્ષ અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રોફે. પ્રતાપસિંહ ચૌહાણ તથા શિક્ષણ શાસ્ત્ર ભવનના પૂર્વ અઘ્યક્ષ અને મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનર્વિસટીના કુલપતિ પ્રોફે. ભરતભાઈ રામાનુજ, આંકડા શાસ્ત્ર ભવનના પૂર્વ અઘ્યક્ષ અને પૂર્વ કુલપતિ પ્રોફે. ગિરીશ ભીમાણી, માલવીયા મીશન ટીચર ટ્રેનિંગ સેન્ટર ના પૂર્વ ડાયરેક્ટર પ્રોફે. . કલાધર આર્ય, રસાયણશાસ્ત્ર ભવનના પૂર્વ અધ્યક્ષ પ્રોફે. હિતેન્દ્ર જોષી, સંસ્કૃત ભવનના પૂર્વ અઘ્યક્ષ પ્રોફે. મનસુખ મોલિયા, લાયબ્રેરી સાયન્સ વિભાગના પૂર્વ અધ્યક્ષ ડો. કોકિલાબેન ટાંક તથા ગુજરાતી ભવનના પૂર્વ અધયક્ષ પ્રો. મનોજ એચ. જોષીનો ગરિમાપૂર્ણ અભિવાદન સમારોહ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ઉત્ત્પલ જોશીના અધ્યક્ષસ્થાને તા. 26/09/2026ને શુક્રવારનાં રોજ સાંજે ચાર કલાકે આર્ટ ગેલેરીના સેમીનાર હોલમાં યોજાશે. આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે લોકપ્રિય સાંસદ શ્રીમાન રામભાઈ મોકરીયા સાહેબ ઉપસ્થિત રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે સહકાર ભારતી રાજકોટ મહાનગરના અઘ્યક્ષ અને શ્રી માધવ ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી લી. ના મેનેજિંગ ડિરેકટર ડો. નવલ ડી. શીલુ ઉપસ્થિત રહેશે.
શુક્રવાર તા : 26/09/2026ના રોજ યોજાનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણિક કર્મચારીઓની ગ્રાહક અને ધિરાણ સહકારી મંડળીની સાડત્રીસમી વાર્ષિક સાધારણ સભા,સાથોસાથ વય મર્યાદાને કારણે નિવૃત થનાર આઠ અધ્યાપકોના અભિવાદન સમારોહને સફળ બનાવવા માટે અધ્યાપકોની સહકારી મંડળીના પ્રમુખ પ્રો.જયદીપસિંહ ડોડિયા, ઉપપ્રમુખ પ્રો.જે.એ. ભાલોડિયા, મંત્રી પ્રો. વી.જે. કનેરીયા, સહમંત્રી પ્રો.યોગેશ જોગસણ, ખજાનચી ડો.રંજનબેન ખૂંટ, કારોબારી સભ્યો- પ્રો.સંજય ભાયાણી, પ્રો.આર. બી. ઝાલા, પ્રો.અતુલભાઈ ગોસાઈ, પ્રો.નિકેશ શાહ, ડો. રેખાબા જાડેજા, પ્રો. મનીષ શાહ, ડો.અશ્વિનભાઈ સોલંકી અને ડો.ભરતભાઈ ખેર જહેમત ઉઠાવી રહ્યા છે. કાર્યક્રમના ઉદઘોષક તરીકે મનોવિજ્ઞાન ભવનના વડા પ્રો. યોગેશ જોગસણ ફરજ બજાવશે.



