5 પ્રોફેસરોની કમિટીએ બોર્ડ ઓફ મેનેજમેન્ટને રિપોર્ટ સોંપ્યો: આ નિર્ણયથી Ph.D કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના પ્રોફેસરોને પીએચ.ડીની ગાઈડશિપથી દૂર રખાયા છે જો કે હવે તેમને ફરીથી ગાઈડશિપ મળે તેવી શક્યતા છે. યુનિવર્સિટીના કોમર્સ વિભાગના પ્રો.શૈલેષ પરમારની અધ્યક્ષતામાં પાંચ પ્રોફેસરોની એક કમિટી બનાવવામાં આવી હતી. બેઠકમાં કમિટીએ હકારાત્મક નિર્ણય કરી પ્રોફેસરોની માગણી સ્વીકારી લીધી છે. હવે કોલેજના પ્રોફેસરોને અનુસ્નાતક શિક્ષક તરીકેની માન્યતા અપાશે. જો આ નિર્ણય બોર્ડ ઓફ મેનેજમેન્ટ સ્વીકારે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાસંશોધન કાર્યને મોટો વેગ મળશે. હવે કોલેજોના અનુભવી પ્રોફેસરો પણ પીએચ.ડીના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી શકશે, જેનાથી ઙવ.ઉ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થશે અને સંશોધનની ગુણવત્તા પણ સુધરશે. અગાઉ, ફક્ત યુનિવર્સિટીના ભવનોના પ્રોફેસરો જ ગાઈડશિપ આપી શકતા હતા. આ નિર્ણયથી સંશોધન કાર્યનું વિકેન્દ્રીકરણ થશે અને કોલેજ સ્તરે પણ સંશોધનનું વાતાવરણ વધુ મજબૂત બનશે. આ નિર્ણય યુનિવર્સિટીના સમગ્ર શૈક્ષણિક માળખાને વધુ સુદઢ બનાવશે.



