યહૂદીઓ માટે મંકી અને પિગ્સ જેવા શબ્દોનો ઉપયોગ નહીં થાય, પ્રિન્સ સલમાનનો નિર્ણય
ખાસ-ખબર સંવાદદાતા
સાઉદી અરેબિયા અને ઈઝરાઇલ વચ્ચે બેકડોર ડિપ્લોમસી સફળ થતી જણાય છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર – સાઉદીની શાળાઓ અને કોલેજોના અભ્યાસક્રમમાં ઇઝરાઇલ વિરોધી અથવા યહૂદી વિરોધી વાતો નહીં હોય.
- Advertisement -
આ નિર્ણય સાઉદી ક્રાઉન પ્રિન્સ અને વડાપ્રધાન મોહમ્મદ બિન સલમાન (ખઇજ)ના આદેશ પર લાગુ કરવામાં આવ્યો છે. જોકે, સાઉદી અને ઈઝરાઇલની સરકારો આ મુદ્દે સત્તાવાર રીતે કંઈપણ બોલવાનું ટાળી રહી છે. સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાને પાંચ વર્ષ પહેલા દરેક સ્તરે સુધારાનો એજન્ડા તૈયાર કર્યો હતો. તેના ઝડપી અમલીકરણ માટે એક સમિતિ પણ બનાવવામાં આવી હતી.
MBSએ કટ્ટરવાદ સામે સખત વાંધો ઉઠાવ્યો
– આરબ દેશો પર નજર રાખતી વેબસાઈટ ’ઓલ અરબ’ના રિપોર્ટ અનુસાર, પ્રિન્સ સલમાન એટલે કે એમબીએસે બે વર્ષ પહેલા દેશની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓના અભ્યાસક્રમમાંથી કટ્ટરવાદી બાબતોને દૂર કરવાનો આદેશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે આ મામલે સુધારા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.
– લગભગ બે વર્ષથી ઇઝરાઇલમાંથી તમામ પ્રકારના સિલેબસ અને યહૂદી વિરોધી વસ્તુઓ દૂર કરવામાં આવી રહી હતી. આ પુસ્તકોમાં યહૂદીઓને મંકીઓ અને પિગ્સ તરીકે વર્ણવવામાં આવ્યા છે. આ સિવાય યહૂદી મહિલાઓ વિશે પણ વાંધાજનક વાતો સામે આવી હતી. હવે તેમને દૂર કરવામાં આવ્યા છે.
- Advertisement -
– આ પુસ્તકોમાં ઈઝરાઇલને ષડયંત્રકારી દેશ કહેવામાં આવ્યો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે ઈઝરાઇલ સૈન્ય શક્તિ અને ટેક્નોલોજીના આધારે ઈજિપ્તની નાઈલ નદીથી લઈને ઈરાક સુધી કબજો કરવા માગે છે.
આતંકવાદીઓને સમર્થન આપવાનું બંધ કર્યું
રિપોર્ટ અનુસાર- પ્રિન્સ સલમાને પાંચ વર્ષ પહેલા જ દેશમાં દરેક સ્તરે સુધારાનો એજન્ડા તૈયાર કરી લીધો હતો અને તેને લાગુ કરવા માટે ઘણા અધિકારીઓની નિમણૂક કરી હતી. હિઝબુલ્લાહ, હુથીસ અને મુસ્લિમ બ્રધરહુડ જેવા કટ્ટરવાદી અને આતંકવાદી વિચારધારા ધરાવતા સંગઠનોને સમર્થન બંધ કરવામાં આવ્યું હતું અને તેના બદલે શાંતિ પુન:સ્થાપિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.