કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી બસ સ્ટેશનને ખુલ્લુ મુકશે
બસ સ્ટેશન શરૂ થતાં શહેરમાં લાંબુ અંતર કાપવા અને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજકોટ એસ.ટી. વિભાગના રાજકોટ સેટેલાઇટ, ભાવનગર રોડ ખાતે બાંધવામાં આવેલ નવનિર્મિત એસ.ટી બસ સ્ટેશનનું કાલે રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા તથા ગૃહ રાજ્યકક્ષા મંત્રી હર્ષભાઈ સંઘવીના વરદ હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા રાજકોટના ભાવનગર રોડ પર નવનિર્માણ પામનાર સેટેલાઈટ બસ સ્ટેશન ખાસ આર.સી.સી. ફ્રેમ સ્ટ્રક્ચર દ્વારા બનાવવામાં આવેલ છે.
19 હજારથી વધુ જમીન વિસ્તારમાં 447 લાખથી વધુના ખર્ચે નિર્મિત આ બસ સ્ટેશન 13 પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથેનો વેઇટીંગ હોલ, ઓફીસ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, શોપ, ઈલેક્ટ્રીક અને જનરેટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમ, શૌચાલય અને ખાસ દિવ્યાંગો માટે સ્લોપીંગ રેમ્પ અને ખાસ પ્રકારના શૌચાલય સહિતની સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે. ભાવનગર રોડ પર સુવિધા સજ્જ આ બસ સ્ટેશનથી આસપાસના વિસ્તારોમાં વસતા લોકોને બસસેવા માટે શહેરમાં લાંબુ અંતર કાપવા અને ટ્રાફિકમાંથી મુક્તિ મળશે.
19000થી વધુ જમીન વિસ્તાર 447લાખથી વધુનો ખર્ચ 13 પ્લેટફોર્મ
- Advertisement -
વેઇટીંગ હોલ, ઓફીસ રૂમ, ટ્રાફિક કંટ્રોલ રૂમ, કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ, શોપ, ઈલેક્ટ્રીક અને જનરેટર રૂમ, લેડીઝ રેસ્ટ રૂમની સુવિધા
અલગથી ફીડિંગ રૂમ અને મહિલા આરામગૃહની વ્યવસ્થા
અત્રે ઉલ્લેખનીય છે કે, નવા બનેલા આ સેટેલાઈટ બસ સ્ટેશનમાં વિદ્યાર્થી અને મુસાફર પાસ, ઓનલાઈન ટિકિટ બુકિંગ, એનાઉન્સમેન્ટ, ફાયર એલાર્મની સાથે નાના બાળકોને માતાએ ફીડીંગ કરાવવું હોય તો તે માટે અલગ રૂમ અને મહિલાઓ માટે અલગથી મહિલા આરામગૃહ પણ બનાવવામાં આવેલ છે.