પ્રવાસીઓ ઓનલાઇન બુકીંગ ઓફિસિયલ વેબસાઈટ પરથી બુક કરી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ચોમાસાની ઋતુ પૂર્ણ થઈ રહી છે ત્યારે તા.16-10-2023થી ગીર અભયારણ્ય પ્રવાસીઓ અને મુલાકાતીઓ માટે ખુલ્લુ મૂકવામાં આવશે. ગીર જંગલના કાચા રસ્તાના કારણે ચોમાસાની ઋતુ દરમિયાન ગીર અભયારણ્ય તથા રાષ્ટ્રીય ઉદ્યાન કઈ તા.16-6-2023 થી તા.15-10-2024 સુધી નિયમાનુસાર બંધ રાખવામાં આવ્યું હતું. આમ, ગીર વન્યપ્રાણી અભયારણ્ય, સાસણ ગીર ખાતે ઈકો ટુરીઝમ ઝોન (નિયત રૂટ ઉપર) તા.16 ઓક્ટોબર 2023થી પ્રવાસન સ્થળને પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે. ગીર વન્ય પ્રાણી અભયારણ્ય, સાસણ ગીર માટે ઓનલાઈન બુકિંગ શરૂ થઈ ગયેલ છે અને પ્રવાસીઓ ઓફિસિયલ વેબસાઈટ (વિિંાંત://લશહિશજ્ઞક્ષ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ/) પરથી પરમીટ બુક કરી શકશે. તેમ વન્યપ્રાણી વિભાગ, સાસણ ગીરના નાયબ વન સંરક્ષકશ્રીની યાદીમાં જણાવાયું છે.
સાસણ ગિર સિંહ દર્શન માટે 16 ઓક્ટોબરથી પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાશે
