ગણેશમહોત્સમાં રોજ વિવિધ ક્ષેત્રના આગેવાનો મહાઆરતીનો લાભ મેળવે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સર્વેશ્વર ચોકમાં સર્વેશ્વર ચોક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે ભવ્ય ગણેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે અયોધ્યાના રામમંદિર પર આધારિત પંડાલ ભાવિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. સાથે જ બાર જ્યોતિર્લિંગ તથા દુંદાળાદેવના દર્શનની અનોખી ઝાંખી જોવા મળી રહી છે. અહીં દરરોજ સવારે 8:30 કલાકે મંગળા આરતી, સાંજે 7:45 કલાકે મહાઆરતી અને રાત્રે 12:00 કલાકે શયન આરતીનો ભવ્ય કાર્યક્રમ યોજાય છે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, રોજ 30,000 થી 40,000 ભાવિકો દર્શન માટે પધારે છે અને પોતાની મનોકામનાઓ પુરી કરે છે. રોજ દાદાને વિશેષ શણગાર અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આજે સંધ્યા આરતીમાં ખાસ વૃધ્ધાશ્રમના વડીલો ઉપસ્થિત રહેશે અને વૃધ્ધાશ્રમના વડીલો શેષનાગ પર બિરાજતા દુંદાળાદેવની મહાઆરતી કરશે તેમજ ત્યારબાદ પ્રસાદ લેશે.
ગણેશ મહોત્સવના બે દિવસ મોટી સંખ્યામાં ભાવિકો અને શહેરના શ્રેષ્ઠીગણ તેમજ સમાજના આગેવાનો સહિત રાજકીયક્ષેત્રના તમામ મહાનુભાવો બાળ સ્વરૂપ ગજાનન દાદાના દર્શને આવી મહાઆરતીનો લાભ લીધો હતો. ત્યારે ગજાનન મહોત્સવના છઠ્ઠા દિવસે રાજકોટના જાણીતા બિલ્ડર જે.એમ.જે. ગ્રુપના ઓનર અને સૌરાષ્ટ્ર હેડલાઇન ગ્રૃપના એમ.ડી. મયુરધ્વજસિંહ જાડેજા તેમજ પાર્થરાજસિંહ રાણા (હરીદ્વાર ગ્રૃપ), કોંગ્રેસી અગ્રણી મહેશભાઈ રાજપુત સહ પરિવાર, પ્રદીપભાઈ ત્રિવેદી, જીતુભાઈ ભટ્ટ, અશોકસિંહ રાજપુત, ઘનશ્યામસિંહ જાડેજા, ગોવિંદભાઈ સભાયા, ભાર્ગવભાઈ પઢીયાર, ભાવેશભાઈ ખાચરિયા, રાજેશભાઈ આમરણીયા, જીગ્નેશભાઈ ડોડીયા, પ્રતિકભાઇ રાઠોડ હિમાલયભાઈ રાજપુત તથા પરેશભાઈ તન્ના તેમજ કુમારપ્રિન્ટના માલિક અજીતસિંહ ચૌહાણ તથા કુમારભાઈ ચૌહાણ સહ પરિવાર તેમજ કિરણ ઇલેક્ટ્રોનિક્સ રાજુભાઈ પટેલ સહપરિવાર અને મનીષભાઈ રાડીયા સહપરિવાર ઉપસ્થિત રહી મહાઆરતીનો લાભ લીધો હતો.