પૂર્વમુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવોએ બાપ્પાના દર્શનનો લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેર મધ્યે ડો. યાજ્ઞિક રોડ ઉપર આવેલ સર્વેશ્ર્વર ચોકમાં સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે ભવ્યાતિભવ્ય ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે તેમાં હિંદુ પરિવારો તથા મુસ્લિમ પરિવારો દ્વારા સતત આઠમા વર્ષે આ ભવ્ય ગણપતિ મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે, જે મિત્ર મંડળ છેલ્લા ત્રીસ વર્ષ કરતાં વધારે વર્ષોથી જોડાયેલ છે તે હિંદુ તથા મુસ્લિમ મિત્રો દ્વારા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરવામાં આવી છે તેમજ તેમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર તમામ હિંદુ તથા મુસ્લિમ મિત્રો દ્વારા અંધાશ્રમ, વૃદ્ધાશ્રમ તથા અનાથાશ્રમમાં સેવાઓ આપવામાં આવે છે તથા બ્લડ ડોનેશન જેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ઉપરોક્ત ગણપતિ મહોત્સવમાં રોજના 30000થી 35000 કરતાં વધુ દર્શનાર્થીઓ ગણપતિ દાદાના દર્શન કરવા આવે છે તથા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના આમંત્રણને માન આપી મહેશભાઈ રાજપૂત કે જેઓ આ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટમાં સભ્ય છે તેમણે તેમના સહપરિવાર તથા મિત્રો સાથે તેમજ કીરણ ટેલિવીઝનના માલીક રાજુભાઈ પટેલ સહપરિવાર તથા અગ્રણી વેપારી પ્રવિણભાઈ સેગલીયા (મુંજકા)વાળા ઉપસ્થિત રહ્યા હતા તેમજ ગુજરાત રાજ્યના પૂર્વમુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નીતિનભાઈ ભારદ્વાજ પધાર્યા હતા. રાજકોટ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. બારોટે તેમના પૂરા સ્ટાફ સાથે દર્શન કરવા પધાર્યા હતા તથા આરતી કરી હતી.
- Advertisement -
આ મહોત્સવમાં દરરોજ સવારે બાળ ગણેશના મહોત્સવ જેવું વાતાવરણ સર્જાય છે. ગઈકાલે સુપરકવ્સ ઈન્ટરનેશનલ પ્લે સ્કૂલના સો કરતાં વધુ બાળકો આવેલા હતા તથા નિર્દોષ આનંદ માણ્યો હતો તેમજ ભગવાનના ગીતો ઉપર ડાન્સ પણ કર્યો હતો.
સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ મહોત્સવમાં દરરોજ સવારે 8-30 કલાકે મંગળાઆરતી, સાંજે 7-45 કલાકે મહાઆરતી તથા રાત્રે 12-00 કલાકે શયનઆરતી કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રસાદ ઘર બનાવવામાં આવ્યું છે, જેમાં દરેક દિવસ દરેક ભાવિકોને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે. દરેક દિવસે 25000થી 30000 ભાવિકો દર્શનનો લાભ લે છે તથા પોતાની માનતા પૂરી કરે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રૂા. 50,00,000નો વિમો લેવામાં આવ્યો છે. તા. 12-9ના રોજ વૃદ્ધાશ્રમનો આરતી તથા જમણવાર રાખવામાં આવ્યો છે. તા. 13-9ના રોજ અનાથ બાળકોનો જમણવાર તથા તા. 15-9ના બ્લડ ડોનેશન કેમ્પ તથા સાંજે 5-00 કલાકે અન્નકૂટ દર્શન રાખવામાં આવેલા છે. તો રાજકોટની ધર્મપ્રેમી જનતાને સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આમંત્રણ પાઠવાયું છે. ગણપતિ મહોત્સવ તા. 17-9 સુધી ચાલશે તેમજ સરકારના નિયમો મુજબ 9 ફૂટની ઊંચાઈની ઈકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવામાં આવી છે તથા વિસર્જન તા. 17-9ના રોજ પોલીસ કમિશનરની સૂચના અનુસાર આજી ડેમની બાજુમાં કરવામાં આવશે. આ મહોત્સવને સફળ બનાવવા સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. ગણપતિ મહોત્સવને વધુમાં વધુ સફળ બનાવવા માટે સર્વેશ્ર્વર ચોક ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્યો જહેમત ઉઠાવી
રહ્યા છે.