વજુભાઈ વાળા અને ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ આયોજન
સરગમ સભ્યો માટે રૂ.400 અને બિન-સભ્યો માટે રૂ.500માં 11 દિવસનો સિઝન પાસ ઉપલબ્ધ: રોજ 20 પ્રિન્સેસ અને વેલડ્રેસ ઇનામો, સાથે પાર્કિંગ અને કેન્ટિનની પણ વ્યવસ્થા
- Advertisement -
તા. 22/09/25 થી 02/10/25 સુધી નવરાત્રિમાં બહેનો માટે ખાસ રાસોત્સવ યોજાશે: મોંઘવારી વચ્ચે પણ ટોકન ફી: સભ્ય અને બિન-સભ્ય માટે ખાસ પાસની જાહેરાત
મન્સુર ત્રિવેદી અને મુંબઈના સિંગરો સંગીતની ધૂન મચાવશે, હેમંત પંડ્યા, આસિફ જેરીયા, પ્રિયા જોષી સહિતના કલાકારો ગરબા રજૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરગમ લેડિઝ કલબે ફરી આ વખતે ધૂમધમાકા સાથે ગોપી રાસોત્સવના આયોજનની જાહેરાત કરી છે. બહેનોના ગરબા માટે ફેવરિટ એવા યાજ્ઞિક રોડ ઉપર આવેલી ધર્મેન્દ્ર કોલેજ ( ડી.એચ.) ના મેદાનમાં નવ દિવસ માટે મોટી સંખ્યામાં બહેનો ઝૂમી ઉઠશે. બધે મોંઘવારીની અસર હોવા છતાં માત્ર ટોકન ફીમાં જ સિઝન પાસ આપવામાં આવશે.
આ અંગે વિશેષ જાહેરાત કરતાં સરગમ લેડીઝ કલબના ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલિયા જણાવ્યુ છે કે, તા. 22/09/25 થી 02/10/25 સુધી ડી.એચ.ના મેદાનમાં સુંદર વ્યવસ્થા વચ્ચે ગોપી રાસોત્સવ યોજાશે. આ વખતે પણ સિઝન પાસ માટે ટોકન ફી રાખવામા આવી છે. સરગમ પરિવારના લેડિઝ સભ્ય હોય તેના માત્ર 11 દિવસના ફક્ત 400/- રૂપિયા અને સભ્ય ન હોય તેવા બહેનોના ફક્ત 11 દિવસના સીઝન પાસના 500/- રૂપિયા ફી રાખવામા આવી છે. આ રાસોત્સવમાં સરગમ કલબના સભ્ય ન હોય તેવા રાજકોટના કોઈ પણ બહેનો 15 વર્ષથી ઉપરના જોડાઈ શકે છે.
તેમણે જણાવ્યુ છે કે, આ ગોપી રાસોત્સવના ફોર્મનું વિતરણ શરૂ થઈ ગયું છે. આ ફોર્મ આમ્રપાલી લાઈબ્રેરી – આમ્રપાલી મેઈન રોડ પોલીસ ચોકી ઉપર, મહિલા કોલેજ લાઈબ્રેરી – મહિલા કોલેજ ચોક પોલીસ ચોકી ઉપર, એવરેસ્ટ લાઈબ્રેરી( શાસ્ત્રી મેદાન પાસે એવરેસ્ટ બિલ્ડીંગ – 101 ), કેનાલ રોડ સેન્ટર – દેના બેંક ની બાજુમાં કેનાલ મેઈન રોડ , સરગમ ભવન ( જામટાવર રોડ જી.ટી. શેઠ હોસ્પિટલ પાસે ) અને સરગમ ક્લબ ઓફીસ જાગનાથ મંદિર ચોક ( યાજ્ઞિક રોડ ) ખાતેથી મળી શકશે અને ફોર્મ તથા ફી ત્યાં જ જમા કરાવવાના રહેશે. આ રાસોત્સવમાં રોજેરોજ 20 પ્રિન્સેસ અને વેલડ્રેસ ઇનામો આપવામાં આવશે. ડી.એચ. કોલેજના મેદાનમાં આ રાસોત્સવ માટે સુંદર બેઠક વ્યવસ્થા રાખવામા આવશે અને જડબેસલાક સિક્યુરીટી પણ ગોઠવવામાં આવશે. આ વખતે મન્સુર ત્રિવેદી પ્રસ્તુત મ્યૂઝિકલ મેલોડી કલર્સ ઓરકેસ્ટ્રા ધૂમ મચાવશે. આ સંગીત સાથે મુંબઈના સિંગર હેમંત પંડ્યા ઉપરાંત આશીફ જેરીયા, પ્રિયા જોષી, ભાવના સોની, અને નિલેષ પંડ્યા (રાજકોટ) માતાજીનાં ગરબા રજૂ કરશે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે, માત્ર બહેનો માટે જ યોજાતા ગોપી રાસ બહેનોમાં ઘણા લોકપ્રિય છે અને દર વખતે મોટી સંખ્યામાં બહેનો રમવા માટે આવે છે. આ રાસોત્સવ નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો આવે છે.
આ રાસોત્સવને સફળ બનાવા સરગમ ક્લબ નાં કાયમી શુભેચકો મૌલેશભાઈ પટેલ, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, નાથાભાઈ કાલરીયા, જગદીશભાઈ ડોબરિયા, જીતુભાઈ બેનાણી, ખોડીદાસભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, રાકેશભાઈ પોપટ, ગિરધરભાઈ દોંગા, કિરીટભાઈ આદ્રોજા, જીતુભાઈ ચંદારાણા, સુરેશભાઈ નંદારાણા, યોગેશભાઈ પુજારા, બિપીનભાઈ હદવાણી, પ્રફુલભાઈ હદવાણી, દીલેશભાઈ પાબારી, સુરેશભાઇ વેકરીયા, મનીષભાઈ માડેકા, એમ.જે. સોલંકી, રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી), શૈલેશભાઈ માંકડિયા, નિખીલભાઈ પટેલ, નીરજભાઈ આર્ય, હેતલભાઈ રાજ્યગુરુ, રમેશભાઈ જીવાણી, શૈલેષભાઈ પાબારી આ તમામ મહાનુભાવો નો ગોપીરાસ માં સહયોગ મળેલ છે.
ગોપીરાસ રાસોત્સવના ઇનામ માટે અમોને સહયોગ આપનાર દાતાઓ રોજના ઇનામો રાજદીપસિંહ જાડેજા (રાજાભાઈ વાવડી) તરફથી આપવામાં આવશે. બાન લેબ્સ કું. મૌલેશભાઈ પટેલ તરફથી મુખ્ય સહયોગ મળેલ છે. એન્જલ પંપ – કિરીટભાઈ આદ્રોજા દ્રારા કીટ આપવામાં આવશે. ચોકોડેન તરફથી ગીફ્ટ વાઉચર – સંદિપભાઈ, સુધીરભાઈ પંડ્યા તેમજ ગોપાલ નમકીન અને ગોકુલ નમકીન તરફથી રોજની ગીફ્ટ આપવામાં આવે છે. ઓપ્શન શો રૂમ શીલાબેન ચાંદરાણી તરફથી ગીફ્ટ ગીરીક્ધિદ્રા ફૂડસ કકઙ કંપની તરફથી કીટ આપવામાં આવશે. સમ્રગ મંડપ ડેકોરેશન પરમાર કિશોર મંડપ સર્વિસવાળા મધુભાઈ પરમાર, લાઈટીગ ડેકોરેશન પરમાર લાઈટીંગવાલા પરાગભાઈ મહેતા, સમ્રગ માઈકની વ્યવસ્થા અંબિકા સાઉન્ડ એન્ડ ડી.જે. (હિમાંશુભાઈ ચાવડા ) ની છે. આપ જે સંગીત પર ધૂમ મચાવી રહ્યા છો એ 50,000 વોટસની સાઉન્ડ ફોર વે સાઉન્ડ ફોર વે સાઉન્ડ સીસ્ટમ રાખેલ છે.
ગોપિરાસ માં અદ્યતન કેન્ટીન ની વ્યવસ્થા અમિતભાઈ તેમજ પાર્કીંગની વ્યવસ્થા વ્યવસ્થિત કરેલ છે જેના સ્કૂટર ના પાર્કિંગ ના 20/- અને મોટર પ્રાકિંગ ના 50/- રૂપિયા ચાર્જ રાખેલ છે. આ રાસોત્સવને સફળ બનાવવા માટે સરગમ પરિવારના માર્ગદર્શક અને કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા અને પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ મૌલેશભાઈ ઉકાણી, ભરતભાઇ સોલંકી, જયસુખભાઇ ડાભી, રાજેન્દ્રભાઈ શેઠ, સુરેશભાઇ દેત્રોજા, કૌશિકભાઈ વ્યાસ, મનમોહન પનારા ઉપરાંત લેડિઝ કલબના ડો. ચંદાબેન શાહ, નિલુબેન મહેતા, ડો. માલાબેન કુંડલીયા, જસુમતિબેન વસાણી, અલકાબેન કામદાર, છાયાબેન દવે, ગીતાબેન હીરાણી, જયશ્રીબેન વ્યાસ, કાશ્મીરાબેન નથવાણી, હેલીબેન ત્રિવેદી, જ્યોતિબેન રાજ્યગુરુ, જયશ્રીબેન સેજપાલ, શીલાબેન ચાંદ્રરાણી, ડો. અલકાબેન ધામેલિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.