ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જન્મદિન નિમિતે આ વર્ષે પણ સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સમ્રગ સૌરાષ્ટ્રના ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને આરોગ્યલાભ મળે તે હેતુથી આ કેમ્પનું આયોજન સરગમ કલબ, સ્વ. સવિતાબેન છગનભાઈ પટેલ (ફિલ્ડ માર્શલ) તથા અશોક ગોંધિયા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટના ઉપક્રમે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં કમાણી ફાઉન્ડેશન, પ્રેમજી વાલજી એન્ડ સન્સ, મહાવીર સેવા ટ્રસ્ટ, બાન લેબ્સ, જે.વી. શેઠીયા ચેરીટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન મેડીકલ એસોસિએશન સહિત અનેક સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે.
75 નિષ્ણાંત ડોકટરોની સેવા: કેમ્પમાં રાજકોટના 75 જેટલા નિષ્ણાંત ડોકટરો દ્વારા 30થી વધુ રોગોનું નિદાન કરવામાં આવશે. જનરલ ફિઝીશ્યન, ફેમેલી ફિઝીશ્યન, હાર્ટ સ્પેશ્યાલિસ્ટ, ઓર્થોપેડિક, ન્યૂરો સર્જન, કેન્સર નિષ્ણાંત, સ્ત્રીરોગ નિષ્ણાંત, બાળરોગ નિષ્ણાંત, પ્લાસ્ટિક સર્જન, માનસિક રોગ નિષ્ણાંત, ચામડી તથા દાંતના નિષ્ણાંતો સહિત અનેક વિશેષજ્ઞ ડોકટરો પોતાની સેવા આપશે.
તમામ સારવાર અને સુવિધા વિનામૂલ્યે: કેમ્પમાં આવતા દર્દીઓને 10 દિવસની દવા, આંખના ચશ્મા, લેબોરેટરી ટેસ્ટ, કાર્ડીઓગ્રામ, સોનોગ્રાફી, એક્સ-રે તથા આંખના ઓપરેશન સાથે નેત્રમણી જેવી સેવાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવશે. રણછોડરાયજી આશ્રમ ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ખાસ કરીને આંખના ઓપરેશન અને નેત્રમણી વિના મૂલ્યે કરવામાં આવશે. વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના આહ્વાન અનુસાર મોટાપા અને તેના નિવારણ માટે ઇખઈં માપદંડ વડે નિષ્ણાંત ડો. તપન પારેખ અને ડો. બ્રીજ તેલી વૈજ્ઞાનિક માર્ગદર્શન આપશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ: કેમ્પના ઉદઘાટન પ્રસંગે ભૂતપૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા પ્રમુખ સ્થાન પર રહેશે. ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, નંદલાલભાઈ માંડવિયા, માધવભાઈ દવે, રાજદીપસિંહ જાડેજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
કેમ્પની વિગતો: આ સર્વરોગ નિદાન કેમ્પ તા. 21 સપ્ટેમ્બર 2025, રવિવારે સવારે 8:30 કલાકે કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, રાજકોટ ખાતે યોજાશે. તમામ જરૂરીયાતમંદ દર્દીઓને સીધા સ્થળે હાજર રહી લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
- Advertisement -
વિશેષ માહિતી
તારીખ: 21 સપ્ટેમ્બર 2025, રવિવાર
સમય: સવારે 8:30 કલાકથી
સ્થળ: કોટક સ્કૂલ, મોટી ટાંકી ચોક, રાજકોટ
સુવિધાઓ: 10 દિવસની દવા, ચશ્મા, આંખના ઓપરેશન, નેત્રમણી લેબોરેટરી, કાર્ડીઓગ્રામ, એક્સ-રે, સોનોગ્રાફી, 30થી વધુ રોગોના નિદાન માટે 75 નિષ્ણાંત ડોકટરોની સેવા
વિશેષ માર્ગદર્શન: મોટાપા નિવારણ માટે ઇખઈં ચકાસણી



