ડી.એચ.કોલેજના મેદાનમાં તા. 03-10-25 થી 07-10-25 સુધી સરગમી રાસોત્સવ, સંગીત સંધ્યા, લોકડાયરો હસાયરો અને મ્યુઝીકલ નાઈટ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
યાજ્ઞિક રોડ ઉપર ધર્મેન્દ્રસિંહજી કોલેજ (ડી.એચ. કોલેજ) નાં ગ્રાઉન્ડમાં ગોપી રાસોત્સવનું આયોજન કર્યા બાદ હવે સરગમ કલબ અને સરગમ લેડીઝ કલબ દ્રારા રાજકોટની કલા પ્રેમી જનતા માટે વિનામૂલ્યે એક એક થી ચડિયાતા સાંસ્કૃતિક કાર્યકમો યોજવામાં આવ્યા છે. આ પંચામૃત સાંસ્કૃતિક મહોત્સવ અંતર્ગત રાસોત્સવ, સંગીત સંધ્યા, લોકડાયરો,હસાયરો, અને મ્યુઝીકલ નાઈટ જેવા કાર્યક્રમો યોજાશે અને તેમાં જાણીતા કલાકારો રાજકોટ ની પ્રજાનું મનોરંજન કરશે
આ કાર્યક્રમો અંગે વિગતો આપતા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને મૌલેશભાઈ પટેલ એ કહ્યું છે કે, નવરાત્રી પૂરી થાય એટલે તરત જ તા. 03/10/25 થી વિવિધ કાર્યક્રમો યોજાશે.
- Advertisement -
રાસોત્સવ:- તા. 03/10/25 રાત્રે 8/00 વાગ્યે સરગમ કલબ અને મારવાડી એજ્યુકેશનના સંયુકત ઉપક્રમે રાસોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં સરગમ પરિવારના સભ્યો અને સરગમ જેન્ટ્સ ક્લબ, સરગમ કપલ ક્લબ, સરગમ સીનીયર સિટીઝન ક્લબ, સરગમ લેડીઝ ક્લબ, ઇવનિંગ પોસ્ટ ના સભ્યો જોડાશે. આ રાસોત્સવ નિહાળવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવામાં આવેલ છે.
સંગીત સંધ્યા :- સરગમ કલબ, ક્લાસીક નેટવર્ક પ્રા.લી અને સન ફોર્જ પ્રા.લી ના સંયુક્ત ઉપક્રમે તા. 04/10/25 ને શનિવાર રાત્રે 8/00 વાગ્યે સંગીત સંધ્યા યોજાશે. આ કાર્યક્રમમાં જાગો હિન્દુસ્તાની મ્યુઝીકલ નાઈટ યોજાશે. સાથે કોલ્હાપુર ના સાથી કલાકારો પ્રસ્તુત કરશે સાથે મ્યુઝીકલ ટીમ પણ જમાવટ કરશે. રાજકોટ ની જાહેર જનતા તેમજ સરગમ પરીવાર ના તમામ સભ્યો ને વિનામૂલ્યે પ્રવેશ મળશે.
લોકડાયરો :- સરગમ કલબ અને જે.પી. સ્ટ્રકચરર્સ પ્રા.લી. અને બાન લેબના સંયુક્ત ઉપક્રમે તા. 05/10/25 મી ને રવિવારે રાત્રે 8/00 વાગ્યે લોકડાયરો યોજાશે. આ લોકડાયરામાં માયાભાઈ આહીર, ધીરુભાઈ સરવૈયા, દેવરાજભાઈ ગઢવી, સંગીતાબેન લાબડિયા બીહારીભાઈ ગઢવી, પોતાની કલા પીરસશે. રાજકોટ ની જાહેર જનતા તેમજ સરગમ પરીવાર ના તમામ સભ્યો ને વિનામૂલ્યે પ્રવેશ મળશે.
હસાયરો :- સરગમ કલબ, એચ.પી. રાજગુરુ તેમ જ કેર ફોર હોમના સંયુક્ત ઉપક્રમે તા. 06/10/25 ને સોમવારે રાત્રે 8/00 વાગ્યે હસાયરો યોજાશે. આ હસાયરામાં સાંઈરામ દવે (રાજકોટ), ધીરુભાઈ સરવૈયા (ખીરસરા), અવનીબેન વ્યાસ (રાજકોટ), જીતુભાઈ દ્રારકાવાળા (દ્રારકા), ગુણવંતભાઈ ચુડાસમા વગેરે હાસ્યરસ પીરસશે. રાજકોટ ની જાહેર જનતા તેમજ સરગમ પરીવાર ના તમામ સભ્યો ને વિનામૂલ્યે પ્રવેશ મળશે.
મ્યુઝીકલ નાઈટ :- સરગમ કલબ, ઝવય ઉખક ૠજ્ઞિીા અને પૂજારા નાં સંયુક્ત ઉપક્રમે તા. 07/10/25 મી ને મંગળવારે રાત્રે 8/00 વાગ્યે ભવ્ય મ્યુઝીકલ નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. આ મ્યુઝીકલ નાઈટમાં બોલીવુડના પ્લેબેક સિંગર દેવયાની બેન્દ્ર્રે , ગોવિંદ મિશ્રા, સોનલબેન ગઢવી, નિલેષભાઈ વસાવડા, ડોલરભાઈ મેહતા વગેરે જાહેર જનતાને ગીત સંગીતનાં મહાસાગરમાં લઇ જશે. રાજકોટ ની જાહેર જનતા તેમજ સરગમ પરીવાર ના તમામ સભ્યો ને વિનામૂલ્યે પ્રવેશ મળશે.
આ તમામ કાર્યક્રમો જાહેર જનતા માટે વિનામૂલ્યે છે અને તમામ લોકોએ સમયસર 8/00 વાગ્યે ડી.એચ.કોલેજના મેદાનમાં પહોચી જવા ગુણવંતભાઈ ડેલાવાળા, મૌલેશભાઈ પટેલ, હરેશભાઈ લાખાણી, યોગેશભાઈ પુજારા, સ્મિતભાઈ પટેલ, પ્રભુદાસભાઈ પારેખ, ડો. ચંદાબેન શાહ, નીલુબેન મહેતા, કેતનભાઈ મારવાડી, જીતુભાઈ ચંદારાણાં, ઘનશ્યામભાઈ મારડીયા, સીતેષભાઈ ત્રાંબડીયા, નાથાભાઈ કાલરીયા, રાજેશભાઈ કાલરીયા, રાહીલભાઈ પુજારા, ચિરાગભાઈ લાખાણી, દર્શનભાઈ લાખાણી, હેતલભાઈ રાજ્યગુરુ, એમ.જે.સોલંકી, જગદીશભાઈ ડોબરિયા, અશોકભાઈ ડોબરિયા, નટુભાઈ ઉકાણી એ અપીલ કરેલ છે રાજકોટ ની જાહેર જનતાને અને સરગમ પરિવાર નાં તમામ મેમ્બરો ને સહ પરિવાર તમામ કાર્યક્રમ વિનામૂલ્યે માણવા માટે હાજર રહેવા વિનંતિ અને સમયસર હાજરી આપવા વિનંતિ.



