સપ્ટેમ્બરના અંતિમ અઠવાડિયામાં વિવિધ મ્યુઝિકલ ગ્રુપના કાર્યક્રમો યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરના સિનિયર સિટીઝનો માટે સરગમ ક્લબ સંચાલિત સિનિયર સિટીઝન પાર્ક ઇવનિંગ પોસ્ટમાં સંગીતમય કાર્યક્રમોની હારમાળા યોજાશે. આગામી 22 સપ્ટેમ્બર, સોમવારથી 28 સપ્ટેમ્બર, રવિવાર સુધી જુદા જુદા મ્યુઝિકલ ગ્રુપ્સ દ્વારા સાંજે 5:30 કલાકે સંગીતસંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ તમામ કાર્યક્રમોમાં સરગમ ક્લબના ઇવનિંગ પોસ્ટના સભ્યોને જ આઈકાર્ડ સાથે પ્રવેશ મળશે, જે ફરજિયાત છે. આઈકાર્ડ વિના કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવશે નહીં. તમામ સભ્યોને કાર્યક્રમનો સમયસર લાભ લેવા માટે અપીલ કરવામાં આવી છે. આ કાર્યક્રમોને સફળ બનાવવા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, ઇવનિંગ પોસ્ટના ઇન્ચાર્જ મનસુખભાઈ મકવાણા અને સહ-ઇન્ચાર્જ જયપાલસિંહ ઝાલા, હરનેશભાઈ સોલંકી, મુનાભાઈ ઠક્કર, સુરેશભાઈ વ્યાસ, ઇતુભાઈ સવાણી, સલીમભાઈ ચાલીયા, દિલીપભાઈ સોની સહિતની ટીમ જહેમત ઉઠાવી રહી છે. આ સંગીત સંધ્યા દ્વારા સિનિયર સિટીઝન પાર્કના સભ્યોને મનોરંજન અને આહ્લાદક અનુભવ મળશે.
કાર્યક્રમોની વિગત નીચે મુજબ છે
22 સપ્ટેમ્બર, સોમવાર: “એમ.ટી. મ્યુઝીકલ ગ્રુપ” દ્વારા સંગીત સંધ્યા.
24 સપ્ટેમ્બર, બુધવાર: “સુરસંગમ મ્યુઝીકલ ગ્રુપ” દ્વારા સંગીત સંધ્યા.
26 સપ્ટેમ્બર, શુક્રવાર: “3.ખ.ૠ. મ્યુઝિકલ ગ્રુપ” દ્વારા સંગીત સંધ્યા.
27 સપ્ટેમ્બર, શનિવાર: “જનકાર કરાઓકે ગ્રુપ” દ્વારા સંગીત સંધ્યા.
28 સપ્ટેમ્બર, રવિવાર: “દિલ સુંદર કરાઓકે ગ્રુપ” દ્વારા સંગીત સંધ્યા