13 હજારથી વધુ સભ્ય ધરાવતા સરગમ કલબની વાર્ષિક સાધારણ સભામાં મહાનુભાવોનો એક જ સૂર
પુરુષોત્તમભાઈ રૂપાલા, વજુભાઈ વાળા, વૈષ્ણવ સંપ્રદાયના દ્વારકેશ બાવાશ્રી સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ખાસ ઉપસ્થિતિ
- Advertisement -
2023 – 24ના હિસાબોને બહાલી અને નવા હોદ્દેદારોની નિમણૂક
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.16
છેલ્લા ચાર દાયકા કરતાં પણ વધુ સમયથી વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃત્તિ કરી રહેલી સરગમ ક્લબની વાર્ષિક સાધારણ સભા હેમુગઢવી નાટ્ય ગ્રુહમાં મળી હતી જેમાં ગત વર્ષના હિસાબોને બહાલી આપવામાં આવી હતી સાથોસાથ નવા હોદ્દેદારો તેમજ નવા પ્રોજેક્ટની જાહેરાત પણ કરવામાં આવી હતી.
- Advertisement -
આ વાર્ષિક સાધારણ સભામાં કેન્દ્રીય મંત્રી અને ભાજપના રાજકોટના ઉમેદવાર પુરુષોત્તમભાઈ રૂપાલા, પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા, રાજ્ય સભાના સભ્ય રામભાઈ મોકરીયા, મેયર નયનાબેન પેઢડીયા, ભાજપના અગ્રણી ધનસુખભાઈ ભંડેરી ઉપરાંત વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રારંભમાં ગુણવંતભાઈ ડેલાવાળાએ સૌ મહેમાનોને આવકાર્યા હતા. આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા વૈષ્ણવ સંપ્રદાયના શ્રી દ્વારકેશલાલ બાવાશ્રી એ સરગમ ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓનો વિશ્વ સ્તર ઉપર વિકાસ થાય તેવા આશીર્વાદ આપ્યા હતા. જાણીતા શિક્ષણવિદ ગિજુભાઈ ભરાડે આ પ્રસંગે સરગમ ક્લબ અને ખાસ કરીને ગુણવંતભાઈ ડેલાવાળાને સુંદર સેવાકીય પ્રવૃતિઓ કરવા બદલ અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે માત્ર સેવા કરવાના આશયથી થતી આ પ્રવૃત્તિઓને કારણે સમાજના અનેક વર્ગના લોકોને લાભ મળ્યો છે. આજના શિક્ષણ વિશે બોલતા તેમણે એમ પણ કહ્યું હતું કે બાળકોમાં સ્કિલ ડેવલપમેન્ટનો ગુણ વિકસાવવાની ખાસ જરૂર છે. આજના બાળકોમાં શારીરિક શ્રમ ઘણો ઓછો થઈ ગયો છે જેમાં સુધારો લાવી બાળકોને નિયમિત રીતે કસરત કરવાની તાલીમ આપવી જોઈએ. જાણીતા હાસ્યકાર સાઈરામભાઈ દવે આ પ્રસંગે કહ્યું હતું કે સરગમ કલબે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી રાજકોટને ધબકતું રાખ્યું છે.સાથોસાથ સર્જન એ રાજકોટવાસીઓને નાટકનો લાભ પણ આપ્યો છે. નવા વર્ષે નોંધાયેલા સભ્યો અંગે માહિતી આપતા પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાએ કહ્યું હતું કે, 2024-25 માં 13 હજાર સભ્યો નોંધાયા છે જેમાં જેન્ટ્સ કલબમાં 300, સિનીયર સિટીઝન કલબમાં 1300, લેડીઝ કલબમાં 2000, ચિલ્ડ્રન કલબમાં 2200, કપલ કલબમાં 4000 અને ઇવનિંગ પોસ્ટમાં 1000 સભ્યોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સરગમ પરિવારમાં દાતાઓ, અધિકારીઓ, પ્રેસ-મીડિયા, બેન્કના ડીરેક્ટરો, રાજકીય અગ્રણીઓ અને કર્મચારીઓ મળીને કુલ 1000 સભ્યો છે. સરગમ ક્લબના ખજાનચી સ્મિતભાઈ પટેલે ગત વર્ષના હિસાબો રજૂ કર્યા હતા જેને સર્વાનુમતે બહાલી મળી હતી. આ વાર્ષિક સાધારણ સભામાં સરગમ ક્લબના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે ગુણવંતભાઈ ડેલાવાળા, ઉપપ્રમુખ તરીકે હરેશભાઈ લાખાણી, મંત્રી તરીકે મૌલેશભાઇ પટેલ, ખજાનચી તરીકે સ્મિતભાઈ પટેલ, સહમંત્રી તરીકે જગદીશભાઈ ડોબરીયા ઉપરાંત સભ્ય તરીકે યોગેશભાઈ પુજારા, શિવલાલભાઈ રામાણી, રાકેશભાઈ પોપટ, જયેશભાઈ વસા અને ખોડીદાસભાઇ પટેલ ની નિમણૂક કરવામાં આવી હતી. આ વાર્ષિક સભામાં સરગમ લેડીસ ક્લબ, ચિલ્ડ્રન ક્લબ, સિનિયર સિટીઝન ક્લબ, કપલ ક્લબ અને ઇવનિંગ પોસ્ટના નવા વર્ષના હોદ્દેદારોની નિમણૂક પણ કરવામાં આવી હતી.
ગુણવંતભાઈ ડેલાવાળાએ 1/4/23થી 31/3/24 સુધીનો વાર્ષિક અહેવાલ રજૂ કરતા કહ્યું હતું કે, સરગમ કોમ્પ્યુટર વિભાગમાં 94 વિદ્યાર્થીઓ તાલીમ લીધી છે. આ સિવાય તબલામાં 71, ગાયન અને હાર્મોનિયમમાં 54, કથ્થકમાં 129 , ઓર્ગનમાં 45, ગીટારમાં 78, ડ્રોઈંગમાં 37, હિલીંગમાં 14, ડાન્સમાં 109 અને શિવણમાં 219 બહેનોએ તાલીમ લીધી છે. જયપુર ફૂટ કેમ્પમાં કુલ 1061 લોકોએ લાભ લીધો છે. સદગુરુ લાઈબ્રેરીમાં 44 સભ્યો, આમ્રપાલી લાઈબ્રેરીમાં 102, મહિલા કોલેજ ચોક લાઈબ્રેરીમાં 203 અને ચિલ્ડ્રન લાઈબ્રેરીમાં 30 સભ્યો, જાગનાથ ચોક હેલ્થ કલબમાં 423, આમ્રપાલી હેલ્થ કલબમાં 717, સરગમ ભવન હેલ્થ કલબમાં 466, કેનાલ રોડ હેલ્થ કલબમાં 1202 અને નાગેશ્વર હેલ્થ કલબમાં 540 બહેનો સભ્ય થયા હતા. કેનાલ રોડ ઉપરના મલ્ટીપલ સેન્ટરમાં ફિઝીયોથેરાપીમાં 2042, શીવણમાં 74, વેલનેસમાં 17 અને સેરજામમાં 15 લોકોએ લાભ લીધો હતો.
કરણપરા વિસ્તારમાં રાહત દરે ચાલતા ઓમ મેડીકલ સ્ટોરમાંથી 8000 લોકોએ લાભ લીધો હતો. ઇન્ડોર સ્ટેડીયમમાં પણ મોટી સંખ્યામાં લોકોએ સભ્યપદ લીધું હતું. હેમુ ગઢવી નાટ્યગૃહમાં મેઈન હોલમાં 401 શો અને મીનીમાં 138 શો થયા હતા. બંનેમાં થઈને 40 સરકારી કાર્યક્રમો અને સરગમનાં 75 કાર્યક્રમો યોજાયા હતા. રામનાથપર મુક્તિધામમાં વિદ્યુત વિભાગમાં 2084, લાકડા વિભાગમાં 1644 અને ગેસ વિભાગમાં 20 લોકોની અંતિમવિધિ થઇ હતી. શબવાહિનીએ 1700 ફેરા પણ કર્યા હતા. એરપોર્ટ રોડ ઉપરના રાહતદરના દવાખાનામાં કુલ 38,323 લોકોએ લાભ લીધો હતો. આ સિવાય કાન્તા સ્ત્રી વિકાસ ગૃહ દવાખાનામાં 1752, નાગેશ્વર દવાખાનામાં 9254, બ્રહ્મસમાજ ચોક દવાખાનામાં 1972, કુવાડવા રોડ દવાખાનામાં 7486 અને કેનાલ રોડ દવાખાનામાં 6064 દર્દીઓએ લાભ લીધો હતો.
ગુણવંતભાઈએ કહ્યું હતું કે, સરગમ કલબની વિવિધ પ્રવૃતિઓમાં કમિટી મેમ્બર ઉપરાંત દાતાઓ, અગ્રણીઓ, સલાહકાર સમિતિના સભ્યો, મીડિયા, અધિકારીઓ ઉપરાંત અનેક મહાનુભાવોનો સહયોગ મળી રહ્યો છે અને સરગમ પરિવાર તેમનો આભાર માને છે. તા-14/4/24 ને રવીવાર ના રોજ સાંજે 7/00 કલાકે સરગમ ક્લબ ની વાર્ષિક સાધારણ સભા મળેલ આ કાર્યક્રમમાં જે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ સભા માં પરસોતમભાઇ રુપાલા, વજુભાઇ વાળા, મોહનભાઇ કુડારીયા, રામભાઇ મોકરીયા ઘનસુખભાઇ ભંડેરી, નયનાબેન પેઢડીયા, સાઇરામભાઇ દવે ગીજુભાઇ ભરાડ, પુજય દુવારકેશ બાવાશ્રી, હરેશભાઈ લાખાણી ખોડીદાસભાઇ પટેલ, સ્મીતભાઇ પટેલ, પરસોતમભાઇ કમાણી, છગનભાઇ ગઢીયા, રાકેશભાઇ પોપટ, રાજદીપસીંહ જાડેજા, અશોકભાઇ વૈષ્નાની, દીનેશભાઇ અમુતીયા, રઘુનંદનભાઇ સેજપાલ, જીતુભાઇ ચંદારાણા, અનંતભાઇ ઉનડકટ, શીવલાલભાઇ રામાણી, ધનશયામભાઇ મારડીયા, ઘનશ્યામભાઇ હેરભા, જગદીશભાઇ ડોબરીયા, રમેશભાઇ જીવાણી, ગોપાલભાઇ સાપરીયા, મઘુભાઇ પટોળીયા, મીતેનભાઇ મહેતા પજ્ઞેશભાઇ પટેલ હરદેવસીંહ તાળા વીનુભાઇ પારેખ, પ્રવીણભાઇ ધોળકીયા હરેશભાઇ વોરા અર્જુનભાઇ શિંગાળા વીનોદભાઇ પંજાબી જયેશભાઇ વસા જયોતીબેન ટીલવા લતાબેન તન્ના જય શ્રી બેન સેજપાલ જયોતીબેન રાજયગુરુ આશાબેન શાહ ચંદીકાબેન ઘામેલીયા ડો ચંદાબેન શાહ નીલુબેન મહેતા ડો માલાબેન કુડલીયા અલકાબેન કામદાર જશુમતીબેન વસાણી ગીતાબેન હીરાણી ડો અલ્કાબેન ઘામેલીયા, દેવાંશીબેન શેઠ વગેરે મહાનુભાવો હાજર રહેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર જ્યોતિબેન રાજ્યગુરુએ કર્યું હતું.