દિવ્યાંગો માટે ત્રિ-દિવસીય વિનામૂલ્યે જયપુર ફૂટ કેમ્પ યોજાશે
લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ માટે તા.1ના રોજ કેમ્પ યોજાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સાસ્કૃતિક,સામાજિક અને તબીબીક્ષેત્રમાં અગ્રેસર રહેનાર સરગમ ક્લબ શહેરમાં જયપુર ફૂટકેમ્પના રૂપમાં વધુ એક સેવાકેન્દ્ર ચલાવી રહેલ છે. સરગમ ક્લબ અને સ્વ. પારૂલબેન દિનેશભાઇ ત્રીવેદી ના સ્મરણાથે વિનામૂલ્યે જ્યપુરફૂટ કેમ્પ અને કમાણી ફાઉન્ડેશનનાં સયુંકત ઉપક્રમે તા 01/12/2024 રવિવાર થી 03/12/2024 ના રોજ આ જયપુર કેમ્પ યોજાશે. કેમ્પનો લાભ લેવા ઈચ્છતા દર્દીઓએ પોતાના ફોટોવાળુ સરકાર માન્ય ઓળખપત્ર આધાર કાર્ડ અને ડોક્ટરનું વિકલાંગ સર્ટીફીકેટની ઝેરોક્ષ સાથે લાવવાની રહેશે.
- Advertisement -
સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળાના જણાવ્યા અનુસાર, આ કેમ્પમાં જરુરીયાત દર્દીઓને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આ કેમ્પ તા.1/12/2024 થી 03/12/2024 સુધી ડિસેમ્બર માસ નાં રોજ યોજાશે. જેની ખાસ નોંધ લેવી. આ કેમ્પનો લાભ લેવા ઈચ્છતા લોકોને તા 01/12/24 રવિવાર ના રોજ સવારે 8/00 કલાકે સરગમભવન, જામટાવરરોડ, નવી કલેકટર કચેરીની બાજુમાં, રાજકોટ. ફોન નં.0281-2457168 ખાતે દર્દીઓએ રૂબરૂ હાજર રહેવા જણાવાયું છે. આ ઉપરાંત જે લોકો અગાઉ સાધનો લઈ ગયા છે. અને તેઓને રીપેરીંગ કરાવવાનું હોઈ તેઓએ પણ તા.01/12/2024 ના રોજ સવારે 8/00 ખાસ ઉપસ્થિત રહેવું.
આ કેમ્પમાં અમોને મુખ્ય સહયોગ દિનેશભાઇ ત્રીવેદી પરીવાર ના સભ્યો મૌલિક, કૃપા, જય, અનીક્ષા, પ્રણય, ટવીંકલ, કિયાન, શનાયા જ્યપુરફૂટ કેમ્પમાં સહયોગ મળેલ છે.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તથા દિનેશભાઇ ત્રીવેદી (મોંમ્બાસા – કેનયા) કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ સરગમ સેવા કેન્દ્રના ચેરમેન અરવિંદભાઈ પટેલ તથા કમાણી ફાઉન્ડેશનના દીપકભાઈ કમાણી તેમજ રશ્મીભાઈ કમાણી જહેમત ઉઠાવે રહ્યા છે.