મહોત્સવમાં વેણુ નદીના કાંઠે દરરોજ માતાજીની સહસ્ત્રદીપ આરતી: ગંગાઆરતી જેવું અદભૂત દશ્ય સર્જાશે
પાટીદારોને સમાજ વિકાસનો નૂતન પંથ નિર્માણ કરવા મહોત્સવના પ્રમુખ મૌલેશભાઇ ઉકાણીની અપીલ
- Advertisement -
વ્યસનમૂક્તિ માટે 35 જેટલા સ્વયંસેવકો સાથે 4 ડૉકટરોની ટીમ કાર્યરત: ‘યે જિંદગી ન મિલેગી દોબારા’ ડોકયુમેન્ટરી ફિલ્મ પ્રદર્શન
સિદસર મહોત્સવમાં 5000 લોકોને વ્યસનમુકત કરવાનો નિર્ધાર
માઁના નામની મેંહદી મુકી સવા લાખ બહેનોએ
- Advertisement -
શ્રી 1ા શતાબ્દી મહોત્સવની ઉજવણીમાં જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.24
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતીમાં ગુરૂવારે સિદસરમાં વિશાળ કૃષિ સંમેલન મહોત્સવની સાથોસાથ રકતદાન, ચક્ષુદાન, અંગદાન વ્યસનમૂકિત સહીતના કાર્યો થશે
આવતીકાલ તા. 25 ડીસેમ્બર-2024 થી જગત જનની માઁ ઉમિયાના પ્રાગટયના 125 વર્ષ નિમિતે યોજાનારા 5 દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવ ઉજવણીની સાથોસાથ સૌરાષ્ટ્રભરના અઢીલાખ થી વધુ પાટીદાર પરિવાર માટે સામાજીક વિકાસનો નૂતન પંથ નિર્માણ કરશે તેમ ઉમિયાધામ સિદસરના પ્રમુખ જેરામભાઇ વાંસજાળીયા અને ઉમિયાધામના ચેરમેન મૌલેશભાઇ ઉકાણીએ જણાવ્યુ છે. માઁ ઉમિયાની ભકિત થકી સરસ્વતીની સાધનાના સંકલ્પ સાથે દસ જેટલા સંમેલનોમાં વિવિધ ક્ષેત્રના આગેવાનો સમાજને નવી રાહ ચિંધવા પ્રરીત કરશે. મા ઉમિયાના દર્શન, મહોત્સવનો લ્હાવો માણવા પાટીદાર સમાજનો માનવ મહેરામણ ઉમટશે.
સિદસર ખાતે શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં સૌરાષ્ટભરના વિવિધ શહેરો તાલુકા તથા ગ્રામ્ય વિસ્તોરો માંથી દરરોજ લાખો ભાવીકો ભાગ લઇ માઁ ઉમિયાના ચરણોમાં શિશ ઝુકાવશે. પાંચ દિવસીય શ્રી 1ા શતાબ્દી મહોત્સવ દરમ્યાન દરરોજ સાંજે મા ઉમિયાના મંદિર સામે આવેલ વેણું નદી ના કાંઠે ‘માઁ ઉમિયાની’ સહસ્ત્રદિપ આરતી કરશે. વેણુ નદીના કાંઠે ખાસ બનાવવામાં આવેલ ‘વેણુધાટ’ ખાતે ભવ્યાતિભવ્ય આરતી થશે. આરતી સમયે માઁ ઉમિયાના પ્રાગટયની યશોગાથા સાથેનો લેસર શો યોજાશે. મહોત્સવની આયોજન કમિટીના ચેરમેન ચિમનભાઇ શાપરીયા, મહામંત્રી જયેશભાઇ પટેલ, સહમહામંત્રી કૌશીકભાઇ રાબડીયાના જણાવ્યા અનુસાર હરિદ્વાર ગંગાધાટે યોજાતી આરતી જેવો જ ભવ્યાતિભવ્ય અને મનોરમ્ય દશ્ય માઁ ઉમા ની આરતી સમયે યોજાય તે માટે વેણુ નદીમાં લાઇટીંગ અને ડેકોરેશન લેસર શો સહીતનું આયોજન કરવામાં આવ્યુ છે. ઉમિયાધામ સિદસર માં માઁ ના સાનીધ્યમાં યાત્રાળુઓ ભાવીકો આ આરતીના દર્શન અલૌકિક અને યાદગાર બની રહેશે. સવા લાખ બહેનો હથેળીમાં ‘માઁ ના નામથી મહેંદી મુકી માતાજીની આરાધના કરશે.
શ્રી 1ા શતાબ્દી મહોત્સવનો કડવા પાટીદાર પરિવારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહયો છે. સિદસર ખાતે પાંચ દિવસીય મહોત્સવમાં દરમ્યાન વિવિધ સંમેલનો, વૈવિધ્ય સભર કાર્યક્રમો યોજાશે. તા. ર7 ને શુક્રવારે યોજાનાર મહિલા સંમેલનમાં જગત જનની માઁ ઉમિયાને આરાધવા કડવા પાટીદાર પરિવારની સવા લાખ બહેનો, દિકરીઓ, કુંવારિકાઓ પોતાની હથેળીમાં ‘માઁ ના નામથી મહેંદી મુકી અવનવી રીતે માતાજીના મહોત્સવના હર્ષ અને ઉલ્લાસને પ્રર્દશીત કરી નવો વિક્રમ સર્જશે. મહિલા સંમેલનમાં બહેનો બહોળી સંખ્યામાં જોડાશે તેમજ 1250 જેટલી દિકરીઓ શિર પર ઝવેરા લઇ ઝવેરા યાત્રામાં જોડાશે. આ દિકરીઓનું પૂજન કરી તેમને પ્રસાદ રૂપે ખીર રોટલી તેમજ ભેટ આપવામાં આવશે.
સિદસર ખાતે શ્રી 15 શતાબ્દી મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોની સાથોસાથ સમાજના પ્રત્યેક સદસ્યો, યુવાનો જીવનનું મહત્વ સમજે યુવાપેઢી આદર્શ જીવનમૂલ્યો કેળવી વ્યસન મૂકત બને તે ઝુંબેશ સાથે શ્રી 1મ શતાબ્દી મહોત્સવમાં વ્યસનમૂકિત સમિતિ દ્રારા મહોત્સવમાં ભાગ લેનાર યાત્રીકો જેને વ્યસન હોય તેવા 5000 ભાવીકોને વ્યસનમૂકત કરવાનો નિર્ધાર કયો છે. 35 જેટલા સભ્યો તેમજ 4 જેટલા ડોકટર્સની ટીમ દ્રારા વ્યસનમૂકિત ઝુંબેશ ચલાવાશે. મહોત્સવ સ્થળે 60 ફુટ બાય 90 ફુટના ડોમમાં વ્યસનમૂકિતને લગતા વિવિધ ચાર્ટ, ચિત્રો દ્વારા પ્રદર્શન કરવામાં આવશે સ્થળ પર માઉથ કેનિંગ કરી ડોકટરો, સમિતિના સભ્યો દ્રારા સંકલ્પપત્ર ભરાવવામાં આવશે. વ્યસનમૂકિત સમિતિ દ્રારા વિશેષ રૂપે વિદ્યાર્થીઓ તેમજ યુવાનોને વ્યસનમૂકત થવાની પ્રેરણા મળી રહે તેવી હદયસ્પર્શી અને સહજ માર્ગદર્શન ડો. દિપેશ ભલાણી, ડો. ગૌતમ માકડીયા દ્રારા આપવામાં આવશે. કુંડારીયા ફાઉન્ડેશન દ્વારા કેન્સર પ્રીવેન્શન માટે સચોટ માર્ગદર્શન આપવામાં આવશે. દરેક પરિવારો આ વ્યસનમૂકિત ડોમની ની મુલાકાત લઇ વ્યસન મૂકત થવાની પ્રેરણા મેળવે તે અંતર્ગત પેમ્પલેટ, બેનર હોર્ડીંગ્સ તેમજ ‘ યે જીંદગી ન મિલેગી દોબારા’ જેવી ડોકયુમેન્ટરી ફીલ્મ પ્રદર્શન, વ્યસન મૂકતિનો રથ દ્વારા જાગૃતિ પ્રચાર કરવામાં આવ્યો છે. આવનારી પેઢીના બાળકો, યુવાનો, ગુટકા તમાકુ, માવો, ડ્રગ્સ, દારૂ જેવી બરબાદી થી દુર રહે સમાજમાં વ્યસનમૂકિતીની પ્રેરણા અને માર્ગદર્શન મળી રહે તે માટે વ્યસનમૂકતિ સમિતિના અધ્યક્ષ પુનિતભાઇ ચોવટીયા, ઉપાધ્યક્ષ સાજન પાણ, મંત્રી ભાવેશ ડઢાણીયા, સહમંત્રી ભાવનાબેન માકડીયા, ડો.મીતાબેન પટેલ જહેમત ઉઠાવી રહયા છે. સેવા અને સમપર્ણ દ્વારા સમાજ વિકાસની ભાવના પ્રજજવલીત કરવા યોજાઇ રહેલ મા ઉમિયાના સિદસર ખાતેના મહોત્સવમાં ઉમિયા ભકતો દ્વારા વિક્રમજનક ચક્ષુદાન અને અંગદાન થાય તેવું આયોજન થઇ રહયું છે. ચક્ષુદાન કેટલું સરળ છે, ચક્ષુદાન કઇ રીતે થઇ શકે અને તે માટે કોનો સંપર્ક કરવો પડે તેની લોકોમાં જાણકારીનો અભાવ છે. હકીકતમાં કોઇપણ વ્યકિત પોતાની હૈયાતિમાં એક સાદુ ફોર્મ ભરીને પોતાના મૃત્યુ પછીનું નેત્રદાન જાહેર કરી શકે છે. વ્યકિતના મૃત્યુ પછી તેમના પરિવારજનો ઇચ્છે તો તેઓ પણ મૃત વ્યકિતની આંખો તેમજ અંગો દાનમાં આપી શકે છે. સિદસર ખાતે શ્રી 1ા શતાબ્દી મહોત્સવમાં આવતા ભાવીકોમાં ચક્ષુદાન અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે મહોત્વમાં વિવિધ જગ્યાઓ પર 15 બાય 15 ના 4 ડોમ ની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં યાત્રાળુઓને અંગદાન-ચક્ષુદાનનું મહત્વ સમજાવી સંકલ્પપત્રો ભરાવાશે. આ પ્રેરણાત્મક કાર્ય ડો. દિવ્યેશ વિરોજાના માર્ગદર્શન હેઠળ અંગદાન સમિતિના અધ્યક્ષ કિંજલભાઇ મણવર, ઉપાધ્યક્ષ રોનકભાઇ કડીવાર, મંત્રી સંદીપભાઇ સોલાધા, સહમંત્રી વ્યોમેશભાઇ સંતોકી તેમજ 40 સ્વયંસેવકોની ટીમ દ્રારા કરવામાં આવશે.
સિદસર ખાતે તા. ર6 ને ગુરૂવારના રોજ સવારે 9 કલાકે યોજાનાર કૃષિ સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયાધામ સિદસરના ચેરમેન મૌલેશભાઇ ઉકાણી, ઉદ્ઘાટક તરીકે ગુજરાત રાજયના મહામહિમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી મુખ્ય મહેમાન તરીકે કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાધવજીભાઇ પટેલ, જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, અતિથિવિશેષ તરીકે વિશ્વ ગુજરાતી સમજના પ્રમુખ સી.કે. પટેલ, ઉંઝાના પૂર્વ પ્રમુખ મણીભાઇ મમ્મી, અમદાવાદના કાંતિભાઇ રામ, પ્રહલાદભાઇ, પાટીદાર સમાજ અમદાવાદના પ્રમુખ મગનભાઇ જાવીયા, પાટીદાર સમાજ વડોદરાના પ્રમુખ મણીભાઇ વાછાણી, પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વજુભાઇ માણાવદરીયા, પાટીદાર સમાજ મુંબઇના પ્રમુખ ગીરીશભાઇ ગોવાણી, સુરેન્દ્રનગરના પરસોતમભાઇ વરમોરા, મુંબઇના ભગવાનજીભાઇ હેદપરા ઉપસ્થિત રહેશે.
બપોરબાદ 3 કલાકે યોજાનાર સામાજીક સંમેલનમાં સમારોહના અધ્યક્ષ તરીકે ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના પ્રમુખ બાબુભાઇ જમનાદાસ પટેલ, ઉદ્ઘાટક તેમજ મુખ્ય વકતા તરીકે સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મુખ્ય મહેમાન તરીકે સમુધ્ધિી યોજના-ર ના મહાપદ્મ દાતા જીવનભાઇ ગોવાણી, અતિથિ વિશેષ તરીકે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદના પ્રમુખ આર.પી.પટેલ, ખોડલધામ કાગવડના પ્રમુખ નરેશભાઇ પટેલ, ઉમિયાધામ સુરતના પ્રમુખ જશુભાઇ પટેલ, સમસ્ત પાટીદાર સમાજ સુરતના પ્રમુખ વેલજીભાઇ શેટા, ઉમિયાધામ રાજકોટના પ્રમુખ અરવિંદભાઇ પટેલ, સરદારધામ અમદાવાદના ગગજીભાઇ સુતરીયા, ઉમાધામ ગાંઠીલાના પ્રમુખ નિલેશભાઇ ધુલેશીયા, ઉમિયાધામ નાગપુરના પ્રમુખ જીવરાજભાઇ પટેલ, ઉમિયાધામ વાંઢાઇના પ્રમુખ હંસરાજભાઇ ધોળુ, ઉમિયાધામ મેંગલોરના પ્રમુખ મગનભાઇ ધેટીયા, ઉમિયાધામ લીલીયાના પ્રમુખ બાબુભાઇ ધામત, ઉમિયાધામ ચિત્રી રાજસ્થાનના પ્રમુખ રમેશભાઇ પાટીદાર, મહોત્સવના અન્નપૂર્ણા દાતા નંદલાલભાઇ માંડવીયા, મયુરભાઇ પરસાણીયા, રાજકોટના વલ્લભભાઇ વડાલીયા, નાથાભાઇ કાલરીયા, જૂનગઢના અગ્રણી કાંતીભાઇ ફળદુ, મોરબીના દુર્લભજીભાઇ દેથરિયા, શાપુરના વાલજીભાઇ ફળદુ, વિન્ટેલ ગ્રુપ મોરબીના કે.જી. કુંડારીયા, મોટો ગ્રુપ મોરબીના ત્રંબકભાઇ ફેફર, વેલેન્સીયા ગ્રુપ મોરબીના ત્રિભોવનભાઈ વાંસજાળીયા, દુર્લભજીભાઇ એલ. રંગપરીયા, સુરતના ભગવાનદાસ કે. સવસાણી, અમદાવાદના કિશોરભાઇ વિરમગામા, રાજકોટના મુળજીભાઇ ભીમાણી, મુંબઇના હરિશભાઇ ભાલોડીયા, આર.સી.માકડીયા, કંચનબેન હદવાણી, ગીંગણીના રમેશભાઇ સાપરીયા, અમેરીકાથી અશ્વિનભાઇ જાવીયા, દિપકભાઇ ગોવાણી ઉપસ્થિત રહેશે. તેમ શ્રી 1ા શતાબ્દી મહોત્સવની પ્રેસ મિડીયા સમિતિના અધ્યક્ષ રમેશભાઇ ધોડાસરા તથા મંત્રી રજની ગોલ ની યાદીમાં જણાવાયુ છે.