સંજુ સેમસનને બીજી વનડે મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં નહતો આવ્યો પણ તેને મેદાન પર જે કામ કર્યું તેની સોશિયલ મીડિયા પર ચાહકો દ્વારા પ્રશંસા થઈ રહી છે.
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની ODI સીરિઝની બીજી મેચ ગઈકાલે રમાવવાની હતી પણ આ મેચ વરસાદને કારણે રદ કરવામાં આવી છે. હવે ત્રણ મેચોની સીરિઝની છેલ્લી મેચ હવે ક્રાઈસ્ટચર્ચમાં 30 નવેમ્બરે રમાવાની છે અને હાલ ન્યુઝીલેન્ડની ટીમ 1-0 થી આગળ છે.ન્યુઝીલેન્ડ સામેની બીજી વનડે વરસાદને કારણે પૂર્ણ થઈ શકી ન હતી અને તેને અધવચ્ચે જ છોડી દેવી પડી હતી. હેમિલ્ટન વનડેમાં વરસાદ પહેલા માત્ર 12.5 ઓવર જ રમાઈ શકી હતી એવામાં જણાવી દઈએ કે ઓકલેન્ડ વનડે પછી ટીમ ઈન્ડિયા અહીં બે ફેરફાર સાથે ઉતરી હતી અને એ મેચમાં સંજુ સેમસનને જગ્યા મળી નહતી. આ નિર્ણય બાદ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો થયો હતો.
- Advertisement -
Sanju Samson. 💗pic.twitter.com/QxtQMz4188
— Rajasthan Royals (@rajasthanroyals) November 27, 2022
- Advertisement -
ગઇકાલની આ મેચમાં ભારતીય ટીમને થોડી ઓવરો સુધી બેટિંગ કરવાનો મોકો મળ્યો હતો પણ સતત વરસાદને કારણે મેચ રદ કરવામાં આવી હતી. ભલે સંજુ સેમસનને આ મેચમાં ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો પણ બીજી મેચ દરમિયાન તેણે મેદાન પર જે કામ કર્યું તેની હાલ સોશિયલ મીડિયા પર ક્રિકેટ ચાહકો દ્વારા પ્રશંસા થઈ રહી છે.
બીજી વનડેમાં વરસાદને કારણે મેચમાં વિક્ષેપ પડ્યો ત્યારે સંજુ સેમસન સેડન પાર્ક ખાતે ગ્રાઉન્ડ સ્ટાફને મદદ કરતો જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે હેમિલ્ટન ગ્રાઉન્ડ સ્ટાફ વરસાદના બ્રેક પછી મેચ પાછી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને ત્યારે સંજુ સેમસન તેમની મદદ કરવા માટે આગળ આવ્યો હતો.અને રાજસ્થાન રોયલ્સ દ્વારા તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડિયો શેર કરવામાં આવ્યા પછી હાલ આ વિડીયો ઘણો વાઇરલ થઈ રહ્યો છે.
જો કે એટલું જ નહીં ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ ગ્રાઉન્ડ સ્ટાફની મદદ કરતા જોવા મળ્યા અને સાથે જ એમની સાથે વાતચીત કરતાં પણ નજર આવી રહ્યા હતા. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમના પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને એમને લખ્યું હતું કે ગ્રાઉન્ડ સ્ટાફને સૂર્યકુમાર યાદવ તરફથી થોડી મદદ મળી.
જણાવી દઈએ કે બીજી વનડેમાં વરસાદને કારણે ટોસ થોડો મોડો થયો હતો પણ મેચ સમયસર શરૂ થઈ હતી પણ પછી 4.5 ઓવરની રમત બાદ વરસાદ શરૂ થયો. જો કે લાંબા સમય બાદ વરસાદ બંધ થયો અને રમતને ઘટાડીને 29-29 ઓવર કરવામાં આવી હતી પણ ફરી વરસાદ શરૂ થતાં ટીમ ઈન્ડિયા માત્ર 12.5 ઓવર જ રમી શકી અને મેચ રદ્દ કરવો પડ્યો હતો. જણાવી દઈએ કે ભારતીય ટીમે 12.5 ઓવરમાં એક વિકેટે 89 રન બનાવ્યા હતા. સાથે જ કેપ્ટન ધવન 3 રન બનાવીને આઉટ થયો હતો જ્યારે શુભમન ગિલ 42 બોલમાં 45 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. મહત્વની વાત એ પણ છે કે સૂર્યકુમાર યાદવે તેજ ગતિએ રન બનાવીને 25 બોલમાં 3 સિક્સર અને બે ચોગ્ગાની મદદથી અણનમ 34 રન બનાવ્યા હતા.