સુપ્રીમ કોર્ટે 15 સપ્ટેમ્બર સુધી ED ડાયરેક્ટર SK મિશ્રાનો કાર્યકાળ વધારી આપ્યો છે. કેન્દ્ર સરકારે મિશ્રાનો કાર્યકાળ વધારવા માટે સુપ્રીમમાં અરજી કરી હતી.
23 જુલાઈ 2023ના દિવસે કેન્દ્ર સરકારે IRS SK મિશ્રાને ઈડી ચીફ તરીકેનો ત્રીજો કાર્યકાળ આપ્યો હતો જેની સામે અરજી થતા સુપ્રીમે તેમના ત્રીજા કાર્યકાળ પર પ્રતિબંધ મૂક્યો હતો જેની સામે સરકારે સુપ્રીમમાં રિટ પિટિશન દાખલ કરી હતી જેની પર આજે સુપ્રીમમાં સુનાવણી યોજાઈ હતી. સુપ્રીમે કેન્દ્ર સરકારના મિશ્રાના ત્રીજા કાર્યકાળ લંબાવવાના નિર્ણયને લીલીઝંડી આપી છે જે પછી એસકે મિશ્રા 15 સપ્ટેમ્બર સુધીમાં ઈડીના ડાયરેક્ટર પદે ચાલું રહેશે.
- Advertisement -
15 સપ્ટેમ્બર સુધી જ ઈડી ચીફ તરીકે રહેશે એસ કે મિશ્રા
સરકારે 15 ઓક્ટોબર સુધી મિશ્રાના કાર્યકાળની માગ કરી હતી જોકે સુપ્રીમ કોર્ટ તેની સાથે સહમત ન હતી. કોર્ટે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે આગળ કોઈ વિસ્તરણ આપવામાં આવશે નહીં. આ પ્રમાણે કોર્ટે 15 સપ્ટેમ્બર સુધી મિશ્રાની મુદત વધારવા સંમત થઈ.
23 જુલાઈએ પ્રતિબંધ મૂક્યો આજે સરકાર સાથે સંમત પણ થઈ સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે 23 જુલાઈએ આપેલા પોતાના મહત્વપૂર્ણ આદેશમાં સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રીજી વખત વધારવાના કેન્દ્ર સરકારના નિર્ણયને ખોટો ગણાવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં મિશ્રાને 31 જુલાઈ સુધી જ ઈડીના ડિરેક્ટર તરીકે ચાલુ રહેવાની મંજૂરી આપી હતી. આ પછી સરકારે ટેકનિકલ અને કાર્યપ્રણાલીની ગૂંચવણોમાં લાગતા સમયને ધ્યાનમાં રાખીને થોડો વધુ સમય કાર્યકાળ વધારવાની માગણી કરી હતી, જેથી એડહોક કે નિયત પ્રક્રિયા પ્રમાણે કાયમી નિમણૂક થઈ શકે.
Supreme Court permits ED Director SK Mishra to continue as ED Director till September 15. pic.twitter.com/aeJQMY2X7n
- Advertisement -
— ANI (@ANI) July 27, 2023
સંજય મિશ્રાનો કાર્યકાળ ત્રણ વખત વધારાયો હતો
કેન્દ્ર સરકારે પહેલી વાર 19 નવેમ્બર, 2018ના રોજ બે વર્ષના સમયગાળા માટે મિશ્રાને ઇડીના ડિરેક્ટર બનાવ્યાં હતા. નવેમ્બર 2020માં તેમણે આ પદ છોડવાનું હતું, પરંતુ તે પહેલા મે મહિનામાં તેઓ 60 વર્ષની ઉંમર એટલે કે નિવૃત્તિની ઉંમરે પહોંચી ગયા હતા. નવેમ્બર 2020 માં તેમનો કાર્યકાળ પૂરો થયો તે પહેલાં, કેન્દ્ર સરકારે તેમનો કાર્યકાળ બે વર્ષથી વધારીને ત્રણ વર્ષ કરી દીધો હતો. ત્યારબાદ, કેન્દ્ર સરકારે નવેમ્બર 2021 માં સેન્ટ્રલ વિજિલન્સ કમિશન (સીવીસી) એક્ટ તેમજ દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ (ડીએસપીઇ) એક્ટમાં સુધારો કરવા માટે એક વટહુકમ બહાર પાડ્યો હતો, જેમાં સીબીઆઈ અને ઇડીના વડાઓને પ્રત્યેક 1 વર્ષના ત્રણ સેવા વિસ્તરણની જોગવાઈ છે. બાદમાં તેને સંસદમાં પણ પાસ કરવામાં આવ્યો હતો. આ પછી નવેમ્બર 2021માં સંજય મિશ્રાને બીજી વખત એક વર્ષનું એક્સટેન્શન મળ્યું હતું. આ પછી નવેમ્બર 2022માં કેન્દ્ર સરકારે સંજય કુમાર મિશ્રાને ત્રીજી વખત એક વર્ષનું એક્સટેન્શન આપ્યું હતું. આ મુજબ સંજય મિશ્રાનો કાર્યકાળ 18 નવેમ્બર 2023ના રોજ પૂરો થવાનો હતો. પરંતુ તે પહેલા સુપ્રીમ કોર્ટે એક્સટેન્શન ઓર્ડર રદ્દ કરી દીધો હતો.
કોણ છે સંજય કુમાર મિશ્રા?
સંજય કુમાર મિશ્રા 1984ની બેચના IRS અધિકારી છે. મૂળ યુપીના મિશ્રાએ આવકવેરા સંબંધિત અનેક કેસોની તપાસ કરી હતી, જેમાં ઘણા હાઈ પ્રોફાઈલ હતા. તેઓ દિલ્હીમાં ચીફ ઈન્કમ ટેક્સ કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે.