રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જામનગર રોડ પર હયાત સાંઢિયા પૂલને ડીસમેન્ટલ કરી નવા ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું કામ હાલ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રૂ.74.32 કરોડના ખર્ચે એજન્સી ખત. ચેતન ક્ધસ્ટ્રકશન કંપનીને તા.14-03-2025થી સોંપવામાં આવ્યું છે. આ કામગીરીની સમયમર્યાદા બે વર્ષ છે. આ કામમાં અંદાજિત એક વર્ષમાં 45% ફીઝીકલ પ્રોગ્રેસ તથા 36% ફાઇનાન્સિયલ પ્રોગ્રેસ થયેલી છે. જામનગર રોડ ખાતે બની રહેલ નવા ફ્લાયઓવર બ્રિજના કામમાં કુલ-20 પૈકી 18 ફૂટીંગનું આર.સી.સી. કામ, કુલ-40 પૈકી 30 પિયરનું આર.સી.સી. કામ, કુલ-20 પૈકી 12 પિયર કેપ તથા કુલ-120 પૈકી 101 ગડરનું આર.સી.સી. કામ પૂર્ણ થયેલું છે. રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ શાખાધિકારીઓની રીવ્યુ મીટિંગમાં આ કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા સંબંધિત અધિકારીઓને સુચના આપી હતી.
Follow US
Find US on Social Medias