ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાવળદેવ સમાજના 174 પરિવારનો સનદ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મુખ્યમંત્રીના હસ્તે રાવળદેવ સમાજના 174 પરિવારને સનદ વિતરણ કરવામાં આવ્યા હતા. આ શુભ પ્રસંગે સમસ્ત રાવળ સમાજ રાજકોટના પ્રમુખ ગોપાલ બોરાણાએ સમાજની સામાજિક પ્રવૃત્તિઓની આછેરી ઝલક આપી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સ્વાગત કરતાં કહ્યું હતું કે, આજે આ મારા નાનકડા અને છેવાડાના સમાજ લોકો પોતાના ઘરના ઘરમાં રહી શકે, તે માટે ગુજરાત સરકારે અમારા સમાજના 174 પરિવારને જમીનના પ્લોટ આપવાનો નિર્ણય અને તેનો અમલ કર્યો, આ મારા માટે હરખ ટાણું છે. કાર્યક્રમમાં રાવળદેવ સમાજની વિવિધ સમિતિઓએ મુખ્યમંત્રીનું પુષ્પહાર અને રાવળદેવ સમાજનું પ્રતિકો (મોમેન્ટો) દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત મહાનુભાવો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ધારાસભ્ય દર્શિતાબેન શાહ, ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા ગુજરાત પ્રદેશ મંત્રી બીનાબેન આચાર્ય, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા સહિતના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.
- Advertisement -
આ આયોજનને સફળ બનાવવામાં સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના પ્રમુખ ગોપાલભાઈ બોરાણા, રાજેશભાઈ બોરાણા, મહેશભાઈ ગોહેલ, નીરવભાઈ વાણીયા, નરેશભાઈ મેર, લક્ષ્મણભાઈ પરમાર, રાજેન્દ્રભાઈ સોઢા, ધર્મેશભાઈ સોઢા, હરીશભાઈ જોગેલા, અંકિતભાઈ ગોહેલ, ગીરીશભાઈ બોરાણા, હિતેશભાઈ પેથાણી, મેહુલભાઈ જોગીયાણી, અંકીતભાઈ બોડા, પ્રકાશભાઈ જોગેલા, ચેતનભાઈ રાઠોડ સહિતના કાર્યકરોએ જેહમત ઉઠાવી હતી.