રેલનગર મેઇન રોડથી સાધુવાસવાણી કુંજ રોડ વિસ્તારમાં આવેલા અખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી
ખાસ-ખબર સંવાદદાતા
હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે રાજકોટીયન્સમાં શિખંડ-આઈસ્ક્રીમ અને ઠંડા પીણાંનો વધુ ક્રેઝ જોવા મળે છે ત્યારે આજે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે શહેરના રેલનગર મેઇન રોડથી સાધુવાસવાણી કુંજ રોડ વિસ્તારમાં આવેલા અખાદ્ય ચીજોનું વેચાણ કરતાં કુલ 20 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 10 ધંધાર્થીઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવી. તેમજ ખાદ્ય ચીજોના કુલ 14 નમૂનાની સ્થળ પર ચકાસણી કરાઈ હતી.
ફૂડ વિભાગ દ્વારા શહેરના રેલનગર મેઇન રોડથી સાધુવાસવાણી કુંજ રોડ વિસ્તારમાં આવેલ (1)જય ભોલે જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (2)જય રામનાથ જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (3)મઢૂલી નાસ્તા સેન્ટર -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (4)શ્રી પૃષ્ટી જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (05)આવકાર જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (06)હાઉસ ઓફ ફ્લેવર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (07)વેલનેસ મેડિકલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (08)શક્તિ જનરલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (09)ક્રિષ્ના મેડિકલ સ્ટોર્સ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના (10)ગિરિરાજ એન્ટરપ્રાઇઝ -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી. જે.જે. સ્વીટ્સ ડેરી ફાર્મ, સીતારામ સોસાયટી, બારદાન ગલી, ફાટકની બાજુમાં, મોરબી રોડનું રાજભોગ શિખંડ (લુઝ), કોઠારીયા રોડ પર આવેલા રામ ઓર શ્યામ ગોલાવાલાનું બટર સ્કોચ ફ્લેવર સીરપ તથા જ્યુબેલી ગાર્ડનની બાજુમાં આવેલા મધુપ્રાસનું સરબતના નમૂના લેવાયા હતા.