મોરબી રોડ પર ખાદ્યચીજોનું વેચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
તા. 3-10થી તા. 17-10 સુધી ફૂડ સેફ્ટી પખવાડીયાની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉજવણીના ભાગ સ્વરૂપે તથા તે અંતર્ગતના એસ.ઓ.પી. મુજબ હાલ તહેવારોને અનુલક્ષીને અલગ અલગ ફૂડ કેટેગરી જેવી કે ખાદ્યતેલ, મસાલા, મીઠાઈ, દૂધ તથા દૂધની બનાવટ, બેકરી પ્રોડક્ટસ, ડ્રાયફ્રુટસ વગેરેના ઉત્પાદક- વિક્રેતાઓને ત્યાં સઘન ચેકીંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ખાદ્યતેલના કુલ 16 નમૂના પૃથ્થકરણ માટે લેવામાં આવ્યા છે તેમજ મેઘાણીનગર હોકર્સ ઝોન અને મોરબી રોડ હોકર્સ ઝોન વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતા કુલ 25 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં બાલાજી વડાપાઉં, મહાકાળી પાણીપુરી, ગીતાંજલિ મોમોસ, ચાઈનીઝ તડકા, શ્રી સોમનાથ ચાઈનીઝ, આશાપુરા કચ્છી દાબેલી, જય અંબે ઘૂઘરા, ભોલેનાથ પાણીપુરી, જય અંબે પાણીપુરી અને જય ભગીરથ કચ્છી દાબેલી સહિતનાઓને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી અને રાજુભાઈ પાણીપુરી સેન્ટર, ફ્લેવર પાણીપુરી, રામ ચાઈનીઝ પંજાબી, પટેલ દાબેલી, એ ન્યૂ પિઝા ટ્રી, બાલાજી ચાઈનીઝ, જયદીપ વડાપાંઉ, મા લક્ષ્મી ચાઈનીઝ, જામનગરના પ્રખ્યાત ઘૂઘરા, બાલાજી ફૂડ ફ્યુઝન, જલારામ વડાપાંઉ, ચામુંડા ટી સ્ટોલ, અન્નપૂર્ણા પટેલ ઘૂઘરા, મહાકાળી પાણીપુરીની ચકાસણી કરવામાં આવી હતી. ઉપરાંત ભાવેશ એજન્સી, રીલાયન્સ રિટેલર, રીલાયન્સ માર્કેટ, 150 ફૂટ રીંગ રોડ, ઇમ્પીરિયલ હાઈટ્સ પાસે, ગોલ્ડન સુપર માર્કેટ, ઉમાપુત્ર તલતેલ, દેવ જનરલ સ્ટોર, ગિરિરાજ શોપિંગ સેન્ટર, સ્વસ્તિક એન્ટરપ્રાઈઝ, ચામુંડા પ્રોવિઝન સ્ટોર સહિતના વિક્રેતાઓને ત્યાંથી ખાદ્યતેલના નમૂના લેવામાં આવ્યા હતા.