ભારતીય તીરંદાજ હરવિંદર સિંહે ટોક્યો પેરાલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ અને પેરિસ પેરાલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. હવે તેમણે ખેલ રત્ન એવોર્ડ મામલે અસંતોષ વ્યક્ત કર્યો છે.
હરવિંદર સિંહે જીત્યો ગોલ્ડ
- Advertisement -
હરવિંદર સિંહે પેરિસ પેરાલિમ્પિક્સમાં મેન્સ સિંગલ્સ રિકર્વમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આવું કરનાર તેઓ ભારતના પ્રથમ તીરંદાજ બન્યા હતા. ભારતીય તીરંદાજ હરવિંદર સિંહે મંગળવારે સ્પોર્ટ્સ એવોર્ડ આપવામાં ‘ભેદભાવ’નો આરોપ લગાવ્યો. તેમણે પ્રશ્ન કર્યો કે ટોક્યો ગેમ્સની જેમ આ વર્ષની ગેમ્સમાં મેડલ વિજેતાઓને ખેલ રત્ન એવોર્ડ કેમ આપવામાં નથી આવી રહ્યો.
હરવિંદરે એક્સ પર લખી દિલની વાત
ટોક્યો ગેમ્સના બ્રોન્ઝ મેડલ વિજેતા હરવિંદરે પેરિસ ગેમ્સની ફાઇનલમાં પોલેન્ડના લુકાઝ સિસઝેકને 6-0થી હરાવીને પોતાનો પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. હરવિંદર સિંહે એક્સ પર લખ્યું, “રમતમાં ભેદભાવ, ટોક્યો 2020 પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા પરંતુ પેરિસ 2024 પેરાલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતાઓનું શું? એ જ સ્પર્ધા, એ જ ગોલ્ડ, એ જ ગૌરવ – એ જ પુરસ્કાર કેમ નહીં?”
- Advertisement -
ટોક્યો પેરાલિમ્પિક્સના ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અવની લેખા, જેવેલીન થ્રોઅર સુમિત અંતિલ અને બેડમિન્ટન ખેલાડી પ્રમોદ ભગતને ઓલિમ્પિક ચેમ્પિયન ભાલાફેંકના નીરજ ચોપરા સાથે ખેલ રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.




