ખાસ-ખબર સંવાદદાતા
જુનાગઢ જીલ્લાના મેંદરડા તાલુકાનાં સમઢિયાળા ગામ ખાતે કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય પ્રાથમિક શાળાનું નવ નિયુક્ત બિલ્ડીંગ, ગામની અંદર સી.સી.ટી.વી કેમેરા તથા અબોલા પક્ષીઓ માટેના ચબુતરાનું લોકાર્પણ તથા પટેલ સમાજની બાજુમા હોલનું કામ તથા પંચવટી ખાતે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત માનનીય કેબિનેટ મંત્રી અને જુનાગઢના પ્રભારીમંત્રી રાઘવજીભાઈ પટેલના વરદહસ્તે કરવામાં આવ્યું.
આ તકે જુનાગઢ જીલ્લા પંચાયતના પ્રમુખ શાંતાબેન ખટારીયા, સાવજ દુધ સંઘના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, જુનાગઢ જીલ્લા પંચાયતના સદસ્ય હરેશ ઠુંમર, મેંદરડા તાલુકા પંચાયતના પ્રમુખ રૂપલબેન રાજાણી, મેંદરડા માર્કેટીંગ યાર્ડના ચેરમેન વિનુભાઈ રાજાણી, સમઢિયાળા ગામના સરપંચ ચિરાગભાઈ રાજાણી સહિતના આગેવાનો, અધિકારીશ્રીઓ તથા ખુબ મોટી સંખ્યામાં ગ્રામજનો, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.