લગ્નોત્સવમાં મોટી સંખ્યામાં મહાનુભાવોએ હાજર રહી નવદંપતીને આશીર્વાદ પાઠવ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
રાજકોટ ખાતે સમસ્ત રાવળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ- રાજકોટના પ્રથમ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં માતા-પિતા વિનાની દીકરીઓના સમૂહ લગ્ન સમાજ દ્વારા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી, રાજ્ય સભાના સાંસદ રામભાઇ મોકરિયા, પ્રદેશ ભાજપા ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, રાજકોટના ધારાસભ્ય દર્શિતાબેન શાહ, પ્રદેશ ભાજપ અનુ. જાતિ મોરચાના અધ્યક્ષ ગૌતમભાઇ ગેડીયા, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, દંડક મનીષભાઈ રાડીયા શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારા, કોર્પોરેટર દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર જયશ્રીબેન ચાવડા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્ર્વિનભાઈ મોલિયા, તથા વિવિધ સમાજના આગેવાનો, સામાજિક અગ્રણીઓ ઘનશ્યામભાઈ હેરભા, મહેશભાઈ ચૌહાણ, કશ્યપભાઈ ભટ્ટ, કેતનભાઈ જરીયા, અજયભાઈ ડાભી, રણજીતભાઈ મુંધવા, ભિખાભાઈ પડસારીયા, તેજસભાઈ ત્રિવેદી, મૂકેશભાઈ પરમાર, ડી. બી. ખીમસુરિયા, પુરબીયા પીન્ટુભાઇ હેમંતભાઈ લોખિલ તથા પ્રવીણભાઈ હબીબભાઈ કટારીયા તથા અનેક અલગ અલગ સમાજ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને વિશાળ સંખ્યામાં રાવળ સમાજના લોકો ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં પાડતાં નવદંપતીઓ ને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવ્યા હતા.
- Advertisement -
આ પ્રથમ સમુહ લગ્નોત્સવનું આયોજન ગોપાલભાઈ બોરાણા તથા એમની સમગ્ર ટીમે કર્યું હતું તથા આ સમૂહ લગ્નને સફળ બનાવવા મુખ્ય આયોજક પ્રમુખ ગોપાલભાઈ બોરાણા, રાજુભાઈ બોરાણા, મહેશભાઈ ગોહેલ, રાજેન્દ્રભાઇ સોઢા, નરેશભાઈ મેર, નીરવભાઈ વાણીયા, સુનિલભાઈ પેથાણી, દિવ્યેશભાઈ ભોજક, મેહુલભાઈ ગોહેલ, લખમણભાઇ પરમાર, ધર્મેશભાઈ સોઢા, અમુભાઈ સોઢા, મનુભાઈ ગોહેલ, હરીશભાઈ જોગેલા, અંકિત ગોહેલ, મેહુલ જોગિયાણી, લાલાભાઇ ભોજક, પ્રકાશ જોગેલા, મુન્નાભાઈ રાઠોડ તથા સમગ્ર ટ્રસ્ટના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.