સલીમ ખાન આજે પોતાનો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. અરબાજ ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ત્રણ સ્પેશિયલ તસ્વીર શેર કરી પિતાને જન્મ દિવસની શુભેચ્છા આપી છે. અરબાજની પોસ્ટ પર ઘણા પ્રશંસકો અને સેલિબ્રિટીઓએ પણ સલીમ ખાનને બર્થ-ડે વિશ કરી છે.
સલીમ ખાને પોતાનો 87મો જન્મ દિવસ મનાવ્યો
- Advertisement -
કરિશ્મા કપૂરે લખ્યું, હેપ્પી બર્થડે સલીમ અંકલ. સલીમ ખાન આજે પોતાનો 87મો જન્મ દિવસ મનાવી રહ્યાં છે. સલીમ ખાનના જન્મ દિવસને તેમના બાળકોએ ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરીને યાદગાર બનાવ્યો. સલીમ ખાનના બધા બાળકો તેમની ખૂબ નજીક છે. પોતાના પિતાના બર્થ-ડે પર હવે અરબાજ ખાને તેમને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કર્યુ છે.
View this post on Instagram- Advertisement -
અરબાજે પિતાને કર્યો બર્થડે વિશ
અરબાજ ખાને તેના ઈન્સ્ટાગ્રામ પર ત્રણ સ્પેશિયલ ફોટો શેર કરી પિતાને જન્મ દિવસની શુભેચ્છાઓ આપી છે. પહેલી તસ્વીરમાં પૂરો ખાન પરિવાર એક જ ફ્રેમમાં દેખાઈ રહ્યો છે. સલીમ ખાનની સામે ડાઈનિંગ ટેબલ પર અનેક પ્રકારના શાહી પકવાન રાખ્યા છે, જેને જોઇને તમારા મોંઢામાં પણ પાણી આવી જશે. સલીમ ખાનના બાળકો સલમાન, અરબાજ, સોહેલ, અર્પિતા અને અલવીરા ખાન બધા તેમની સાથે છે.
અરબાજે પિતા પર વરસાવ્યો પ્રેમ
બીજી તસ્વીરમાં અરબાજ ખાન પોતાના પિતાની સાથે કાઉચ પર બેસીને પોઝ આપી રહ્યાં છે. તો ત્રીજી તસ્વીરમાં તેઓ પોતાના પિતાને પ્રેમથી કિસ કરી રહ્યાં છે. અરબાજની તસ્વીરોમાં પિતા માટે તેમનો પ્રેમ સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે. અરબાજ ખાને પિતાને બર્થડે વિશ કરીને લખ્યું, હેપ્પી બર્થડે ડેડી. જેની સાથે તેમણે હાર્ટ અને હગ કરનારી ઈમોજી પણ બનાવી છે.