પરેશ ટાટમીયાએ 2.5 કરોડના ફુલેકાનો આરોપ લગાવ્યો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પરેશ ટાટમીયા દ્વારા ઋષિવંશી સમાજ અને હેમરાજ પાડલીયા વિશે સમૂહ લગ્નને લઈને રૂપિયા 2.5 કરોડના ફુલેકા ફેરવ્યાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ આ વાતના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા. બાદમાં પરેશે સત્ય હકીકત જાણી હતી અને દાનની રકમનો સાચો આંકડો જાણ્યો હતો. આખી વાતનું સત્ય સમજાતા પોતાનાથી ભૂલ થયાનો અહેસાસ થતા તેમણે માફી માંગી હતી. તેમણે કહ્યું; હું પરેશ ટાટમીયા ગઈકાલે આવેશમાં મારાથી ઋષિવંશી સમાજ અને હેમરાજભાઈ પાડલિયા વિશે જે 2.5 (અઢી કરોડ)ના ભ્રષ્ટાચારની ફૂલેકાની વાત કરી હતી તેના વિશે તપાસ કરતાં ખબર પડી કે હેમરાજભાઈ પાડલિયા આ ઋષિવંશી સમાજના સમૂહલગ્નમાં ભોજન સમારંભના દાતા હતા અને ઋષિવંશી સમાજનું નામ સમૂહલગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાએ હેમરાજભાઈની જાણ બહાર રાખેલ હતું અને આ સમૂહલગ્નમાં કુલ ફાળાની આવક 40 લાખ આસપાસ હતી. મારા દ્વારા જે 2.5 કરોડના ફૂલેકાની વાત કરી હતી તે મારાથી આવેશમાં આવીને બોલાઈ ગયેલ હતી. તો હું પરેશ ટાટમીયા, હેમરાજભાઈ પાડલિયા અને ઋષિવંશી સમાજની ખરા દિલથી અંત:કરણપૂર્વક માફી માગું છું.



