100થી વધુ પ્રભુજીઓ બંને સમયે આરતી કરી બાપ્પાની કરે છે ભક્તિ વેરાવળ બાયપાસ નજીક ડારી ટોલ પ્લાઝા પાસે આવેલ નિરાધાર નો આધાર આશ્રમ ખાતે 100 થી વધુ પ્રભુજીઓની સેવા કરવામાં આવે છે.ત્યારે આ મનોદિવ્યાંગ લોકો પણ બાપ્પાની ભક્તિ કરી શકે અને શહેરીજનોને સામાજિક સંદેશ પાઠવી શકાય તે માટે આશ્રમ ખાતે દર વર્ષે અલગ અલગ થીમ આધારિત ગણપતિની સ્થાપના કરવામાં આવે છે.
વેરાવળ બાયપાસ નજીક મનોદિવ્યાંગ લોકોના નિરાધારનો આધાર આશ્રમ ખાતે સાગરખેડૂ થીમ આધારિત ગણપતિ બનાવી સ્થાપનાત્યારે આ વર્ષે આશ્રમ ખાતે સાગરખેડૂ થીમ આધારિત ગણપતિ બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે જે અંગે સંચાલક ધ્રુવભાઈ જણાવે છે કે આપણે વેરાવળમાં વસવાટ કરીએ છીએ અને આપડું બંદર આપણું ગર્વ છે તે માટે સાગરખેડૂ થીમ આધારિત ગણપતિની સ્થાપના કરવામાં આવી છે અને સવાર – સાંજ અહી વસવાટ કરતા 100 થી વધુ પ્રભુજીઓ બાપ્પાની આરતી કરી ભક્તિમાં જોડાઈ છે.