પૂ. જલારામ બાપાની મહાઆરતી બાદ સેંકડો લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરાઈ: જલારામ ધામના અગ્રણીઓએ કર્યું અભિવાદન
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.26
- Advertisement -
મોરબીમાં માનવસેવાના પર્યાય સમાન જલારામ ધામ ખાતે દરરોજ બપોરે અને સાંજે ચાલતા સદાવ્રતના સેવાયજ્ઞમાં ગતરોજ મોરબીના સબ રજિસ્ટ્રાર બીપીનભાઈ જોબનપુત્રા પરિવાર દ્વારા વિશેષ સેવા અર્પણ કરવામાં આવી હતી. જોબનપુત્રા પરિવાર તરફથી પૂ. જલારામ બાપાની મહાઆરતી તેમજ સદાવ્રતમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો.
આ ધાર્મિક અવસરે બીપીનભાઈ જોબનપુત્રા, નિવૃત્ત સબ રજિસ્ટ્રાર બાપોદરીયા, જાકાસણીયા તેમજ સબ રજિસ્ટ્રાર કચેરીના સ્ટાફ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પોતાના હસ્તે ભક્તોને પ્રસાદ પીરસીને સેવાની ધન્યતા અનુભવી હતી. જલારામ ધામના ગીરીશભાઈ ઘેલાણી અને તેમની ટીમે આ ઉમદા કાર્ય બદલ જોબનપુત્રા પરિવારનું અભિવાદન કર્યું હતું. મોરબી જલારામ ધામમાં ચાલતા આ અવિરત સદાવ્રત દ્વારા જરૂરિયાતમંદ લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરવાનું પ્રશંસનીય કાર્ય થઈ રહ્યું છે.



