ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાગ ઉનની યોજનાઓ ફરી એકવાર ખોરવાઈ ગઈ છે. પરમાણુ સંપન્ન દેશનું બીજું જાસૂસી ઉપગ્રહ મિશન નિષ્ફળ ગયું છે. આ નિષ્ફળતા અંગે સેના એ એવો બચાવ કર્યેા હતો કે ઈમરજન્સી સીસ્ટમમાં ખરાબી આવવાને લીધે જાસૂસી ઉપગ્રહનું પ્રક્ષેપણ બીજી વખત નિષ્ફળ ગયું છે, એક તરફ વિશ્વ આખું ચંદ્રયાન ૩ ના ચદ્રં પર પહોચી જવાની વિજય ક્ષણ ની ઉજવણી કરી રહ્યું છે ત્યારે ઉત્તર કોરિઆ માટે આ દુખદ સમાચાર છે. પરમાણુ સંપન્ન દેશ ઉત્તર કોરિયા ઘણા સમયથી જાસૂસી ઉપગ્રહ લોન્ચ કરવાના પ્રયાસોમાં લાગેલું છે. જો કે હજુ સુધી તેને સફળતા મળી નથી. ગુવારે આ જાસૂસી ઉપગ્રહનું પ્રક્ષેપણ પણ ફેલ ગયું.\
નોર્થ કોરિયાએ અમેરિકા અને દક્ષીણ કોરિયાની સૈન્ય ગતિવિધિ પર નજર રાખવા માટે આ ઉપગ્રહ તરતો મુકવા વિચાયુ હતું. ઉત્તર કોરિયાની સૈન્ય અનુસાર, રોકેટ બૂસ્ટરના ત્રીજા તબક્કામાં સમસ્યા સર્જાયા બાદ તેમનો જાસૂસી ઉપગ્રહ નિષ્ફળ ગયો હતો. જો કે, આ નિષ્ફળતા પછી પણ ઉત્તર કોરિયા હનું નિરાશ નથી થયું. વિજ્ઞાનીકો એ કહ્યું હતું કે હજી ઓકટોબર માં અમે ત્રીજીવર પ્રક્ષેપણ લોન્ચ કરવા કોશિશ કરીશું. ખરેખર, ઉત્તર કોરિયા જાસૂસી ઉપગ્રહોનો કાફલો બનાવવાની યોજના ધરાવે છે. આ ક્રમમાં, તે શકય તેટલી વહેલી તકે તેનું પ્રથમ મિશન પૂર્ણ કરવા માંગે છે. ગુવારની નિષ્ફળતા અંગે સુત્રો એ જણાવ્યું હતું કે રોકેટની પહેલી બે ઉડાન સામાન્ય જ રહી હતી, ત્રીજા તબક્કાની ઉડાનમાં બ્લાસ્ટિંગ સીસ્ટમમાં ગરબડ થયી અને લોન્ચિગ ફેલ થયું.