મકરસંક્રાંતિ ના પાવન પ્રસંગે બીજા દાતાઓના દાન ની સરવાણી એક જ દિવસમાં ૨૫ લાખ ની દાન ની રકમ આવેલ હતી.એક મહિના સુધી આ અભિયાન ચાલું રહેશે.રામ મંદિર નિર્માણ માટે સાધુ.સંતો તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રામ મંદિર નિર્માણ માટે ફાડોએકત્રિત કરવામાં આવી રહ્યો છે જે ની શરૂઆત યાત્રાધામ શામળાજી ખાતે ઉતરાણ નાં પાવન પર્વ નાં દિવસે કરવામાં આવી હતી.શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ૫.૫૧ લાખનો ચેક મંદિર નાં વાચેરમન રણવીર સિંહ ડાભી તથા ટૃસટી અનિલભાઈ પટેલ દ્વારા સંતો નેં ચેક અપૅણ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે અરવલ્લી જિલ્લામાં થી બીજા દાતાઓના દાન ની સરવાણી વહેતી મુકી હતી એકજ દિવસમાં ૨૫ લાખ ઉપરાંત ની રકમ મળેલ હતી.આ અભિયાન એક મહિના સુધી ચાલુ રહેશે રામ મંદિર નું નિર્માણ ભવ્ય રીતે થાય તે માટે ભક્તો દ્વારા પોતાનો ફાળો આપી રહ્યા છે. આ અંગે વિશ્વ હિન્દુ પરિષદના અનિલભાઈ પટેલે જણાવ્યું હતું કે ભગવાન રામ નું ભવ્ય મંદિર માટે ભક્તો દ્વારા પોતાની યથાશક્તિ મુજબ ફાળો આપી નેં દાન પુણ્ય પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
જગદીશ સોલંકી અરવલ્લી.


