1993ની બેચના PSIને એક સપ્તાહ માટે મળ્યું હતું IPSનું પ્રમોશન
અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા, રાજકોટ, લીંબડી, જૂનાગઢમાં બજાવી ચુક્યા છે ફરજ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તાજેતરમાં આઇપીએસ અધિકારીઓની બઢતી સાથે બદલીના હુકમ થયા હતા જેમાં અમદાવાદ ડીસીપી તરીકે ફરજ બજાવતા અધિકારી પ્રદીપસિંહ જાડેજાને નિવૃત્તિના સપ્તાહ પૂર્વે આઈપીએસ તરીકે બઢતી સાથે એસ.આર.પી. ગ્રુપ 13, ઘંટેશ્વરના સેનાપતિનો હુકમ કરવામાં આવ્યો હતો અંતિમ ફરજ પણ ખુબ નિષ્ઠાપૂર્વક બજાવી તેઓ નિવૃત થયા છે 1993ની બેચના પીએસઆઈ પ્રદીપસિંહ સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા, અમદાવાદ, રાજકોટ, લીંબડી, જૂનાગઢમાં ફરજ બજાવી ચુક્યા છે.
અમદાવાદ શહેર જે ડિવિઝનના ડીસીપી પ્રદીપસિંહ જાડેજાનો તાજેતરમાં બઢતી સાથે બદલીનો હુકમ થયો હતો એસ.આર.પી. ગ્રુપ 13, ઘંટેશ્વરના સેનાપતિ તરીકે બદલી થતા તુરંત જ તેમણે ચાર્જ સંભાળી લીધો હતો એસપી પ્રદીપસિંહ જાડેજા અને અન્ય 16 ડીવાયએસપીઓને સરકાર દ્વારા 31મી મેના રોજ એસપીનું પ્રમોશન આપી જે તે જગ્યા અપગ્રેડ કરવામાં આવી હતી તાજેતરમાં આઇપીએસ અધિકારીઓના નિમણૂક હુકમ કરવામાં આવ્યા હતા જેમાં એસપી પ્રદીપસિંહ જાડેજાને એસઆરપી ગ્રુપ 13 ઘંટેશ્વર ખાતે સેનાપતિ તરીકે નિમણૂક કરવામાં આવી હતી રાજકોટ તાલુકાના સૂકી સાજડિયાળી ગામના વતની એસપી પ્રદીપસિંહ જાડેજા1993ની બેચના ડાયરેક્ટ પીએસઆઈ તરીકે ભરતી થઈ, સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા શહેર, રાજકોટ, અમદાવાદ શહેર, લીંબડી, જૂનાગઢ, સહિતના જિલ્લાઓ અને શહેરોમાં સફળતા પૂર્વક યાદગાર ફરજ બજાવી ચુક્યા છે તેઓને સરકાર દ્વારા નિવૃત્તિ ટાણે વતનનો લાભ આપવામાં આવ્યો હતો ગઈકાલ તારીખ 31 ઓગષ્ટના રોજ એટલે કે આઇપીએસ તરીકે એક સપ્તાહ ફરજ નિભાવ્યા બાદ નિવૃત થયા હતા ખુબ જ સરળ સ્વભાવના પ્રદીપસિંહે પોલીસ ઉપરાંત જ્યાં જ્યાં ફરજ બજાવી ત્યાં ત્યાં મોટું મિત્ર વર્તુળ બનાવ્યું છે એક કડક અધિકારીની વર્દી પાછળ એક મિત્ર ભાવ પણ તેમનામાં જોવા મળ્યો છે આવા શાંત અને સરળ સ્વભાવનું વ્યક્તિત્વ ધરાવતા પ્રદીપસિંહ જાડેજા ફરજ સરકાર પ્રત્યેની પોતાની ફરજ પુરી કરી હવે નિવૃત્તિનો સમય પરિવાર સાથે વિતાવશે.