રિંગ રોડ-2ની આવરદા 5 થી 6 વર્ષની રહેશે આવિ બાંહેધરી આપતા અધિકારી સ્થળ પર ચકાસણી કરે તો હકીકત બહાર આવે
73.19 કરોડના ખર્ચે નિર્માણ થયેલાં રિંગરોડ-2ની દયનીય સ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
દિન પ્રતિ દિન રાજકોટ હરણફાળ વિકાસ સાથે આગળ વધી રહ્યું છે. સ્માર્ટ સીટી રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા રિંગરોડ-2નું નિર્માણ કરવામાં આવ્યું છે.જેમાં ફેઝ-3 ગોંડલ રોડથી ભાવનગર રોડ અને ફેઝ-4 ભાવનગર રોડથી અમદાવાદ હાઈવે હાલ રિંગરોડ-2ના ફેઝ-4 થી ફેઝ-3નું રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળે લોક ભાગીદારી સાથે રોડ કામ કરવા પૂર્ણ કરવા માં આવ્યું હતું. અમદાવાદ હાઈવે થી ગોંડલ નેશનલ હાઈવે સુધીના 21 કિલો મીટરના રોડની કનેક્ટિવિટીને જોડી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ચ્યુલી ઇ-લોકાર્પણ કરી નવનિર્મિત રિંગરોડ-2ને ખુલ્લો મુકવામાં આવ્યો હતો પણ હાલ આ રોડ ખુબજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે અમદાવાદ હાઇવે થી ભાવનગર રોડ સુધી મસમોટા ખાડા ટેકરા જોવા મળી રહીયા છે અમદાવાદ હાઇવે થી ભાવનગર રોડ સુધીના રસ્તામાં માલિયાસણ, ઠેબચડા, ખેરડી, ભીચરી મહીકા અને કાળીપાટ ના ગામોના લોકો ને ભારે હાલાકી ભોગવવી પડે છે રાત્રીના સમયે દરમિયાન વાહનોનિ લાંબી લાઈનો લાગી જતિ હોવાથી અકસ્માત સર્જાવાની સંભાવના વધી રહી છે શું તંત્ર દ્વારા સમારકામ કરવામાં આવછે કે કેમ તે મોટો પ્રશ્ર્ન ઉભો થાય છે.