ખાસ-ખબર સંવાદદાતા
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂડા વિસ્તારમાં 24 ગામોને શુદ્ધ પીવાના પાણીની સુવિધા મળી રહે તે માટે બલ્ક વોટર સપ્લાય પ્રોજેક્ટની કામગીરી રૂા. 95.14 કરોડના ખર્ચે ચાલી રહી છે. આ પ્રોજેક્ટમાં 25 એમ.એલ.ડી. ક્ષમતાવાળો ફિલ્ટર પ્લાન્ટ, પાંચ સ્થળોએ ચાલતી હેડવર્કસ તથા ફિલ્ટર પ્લાન્ટની કામગીરીની આજરોજ રૂડાના ચેરમેન તથા મ્યુ. કમિ. અમિત અરોરાએ મુલાકાત લઈને સમીક્ષા કરી હતી. આ ઉપરાંત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા રીંગ રોડ-2, ફેઝ-4, ભાવનગર હાઈવેથી અમદાવાદ હાઈવેને જોડતાં રોડ તથા પથરેખામાં આવતા બે મોટા બ્રીજ સાથે 10.30 કિ.મી.ના 2 માર્ગીય રસ્તાની કામગીરી રકમ રૂા. 31.31 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે.