રાજકોટ શહેર ભાજપ દ્વારા રેસકોર્સમાં ગણેશ મહોત્સવનું આયોજન
આજે છપ્પન ભોગના દર્શન: બપોરે 4.30 કલાકે વેશભૂષા સ્પર્ધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવેના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય માર્ગદર્શક સમિતિની આગેવાની હેઠળ તા.27 ઓગષ્ટ એટલે કે ગણેશ ચતુર્થીના શુભ દિનથી 6 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેર ભાજપ આયોજીત શ્રી ગણપતિ મંગલ મહોત્સવ સમિતિ દ્વારા શહેરના કવિશ્રી રમેશ પારેખ રંગદર્શન (ઓપન એર થીયેટર) સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે.
જ્યારે આજે 6.30 કલાકે ગણપતિને છપ્પનભોગ ધરવામાં આવશે.
ત્યારે ગણપતિ મહોત્સવના છઠ્ઠા દિવસે સાંજે 6.30 કલાકે આરતીમાં સંઘ આર.એસ.એસ., વીએચપી, એબીવીપી, ગિરાસદાર ક્ષત્રિય સમાજ, ગઢવી સમાજ, ક્ષત્રિય સમાજ, કાઠી સમાજ, રાજપુત સમાજ, ચારણ સમાજ, લોધા સમાજ, ભીલ સમાજ, પૂર્વ પ્રમુખ, પૂર્વ સાંસદ, પૂર્વ ધારાસભ્યશ્રી, શહેર કારોબારી, પૂર્વ પદાધિકારીશ્રી આર.એમ.સીના આગેવાનો હોદ્દેદારો મહાઆરતીનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.
આ સાથે વોર્ડ નં.11 તથા 12 ના કાર્યકર્તાઓ અને આગેવાનો મહાઆરતીનો લાભ લીધો હતો. આ મહાઆરતીના ઈન્ચાર્જ રાજકોટ શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા અને મંત્રી ભરતભાઈ શીંગાળા જવાબદારી સંભાળી હતી.