371 શિબિરાર્થીઓ ભાગ લઇ રહ્યા છે, 33 શિક્ષકો અને 50 જેટલા પ્રબંધકોની વ્યવસ્થા કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેના સ્થાપનાકાળથી સંઘ પરંપરા અનુસાર દર વર્ષે ઉનાળાના વેકેશનમાં નિત્ય શાખામા આવતા અને નવા જોડાયેલા વિદ્યાર્થીઓ અને વ્યવસાયી કાર્યકર્તાઓ માટે પંદર દિવસના સંઘ શિક્ષા વર્ગનું આયોજન દેશ ભરમાં કરે છે. તેના જ ભાગરુપે આજરોજ તા. 13 મે થી સુરેન્દ્રનગર ખાતે આવેલી શ્રી કડવા પાટીદાર કેળવણી મંડળ સંચાલિત વિધાલયમાં સૌરાષ્ટ્ર અને કચ્છના સંઘના સ્વયંસેવકો માટે સંઘ શિક્ષા વર્ગનો પ્રારંભ થયો છે. સવારે 10 કલાકે સી યુ શાહ મેડિકલ કોલેજના પ્રખ્યાત રૂમેટોલોજીસ્ટ ડો. શ્યામ શાહના વરદ હસ્તે ભારતમાતા સન્મુખ દિપ પ્રાગટ્ય સાથે પ્રારંભ થયો હતો. મોટી સંખ્યામા ઉપસ્થિત શિક્ષાર્થીઓ – બહારથી આવેલા સ્વયંસેવકોને સંબોધતા તેમણે સંધકાર્ય ઉતરોતર આગળ વધારવા જણાવ્યું હતું.
તમે તો આખા સમાજ ની પીડા દુર કરવાનું બીડું ઝડપી અહી ઉપસ્થિત થયા છો. તેમણે કહ્યું હતું કે સંધે સત્ય પ્રેમ અને લાગણીથી સમાજ નો વિશ્વાસ જીત્યો છે તેવું હું માનું છું અને હું મારી જાત ને ત્યારે સક્ષમ ગણીશ જ્યારે હું પણ તમારી જેમ આવા પ્રશિક્ષણ વર્ગનો ભાગ બની શકીશ.આ વર્ગના કાર્યવાહ તરીકે જુનાગઢના બાંધકામના વ્યવસાય સાથે જોડાયેલ અને સૌરાષ્ટ્ર પ્રાંતના વ્યવસ્થા પ્રમુખ રાકેશભાઈ શેઠે જણાવ્યું હતું કે વર્ગો થકી આપણે સામુહિક અનુશાસન, ભારતીય સંસ્કૃતિનો પરિચય, હિંદુ સંગઠનની આવશ્યકતા, આપણો ગૌરવશાળી ઇતિહાસ વગેરે જેવા વિષયો વર્ગ દરમિયાન થશે.આ નિવાસી વર્ગ કુલ 15 દિવસ સુધી ચાલશે.વર્ગમાં વિવિધ પ્રકારના શારીરિક અને બૌદ્ધિક કાર્યક્રમોની સાથે સેવા,સંપર્ક અને પ્રચાર વિભાગના વિષયોનું પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું છે.