સુરત માં પોલીશિગ માટે વિદેશથી આવતાં રફના જથ્થામાં કોરોના કાળ દરમ્યાન ઘટાડો થયો હોવાથી, શોર્ટેજને કારણે ભાવમાં અંદાજે 20 ટકાનો વધારો આવ્યો છે. વેપારીઓ અને કારખાનેદારોની રફની ખરીદી માટે વિદેશની ટ્રીપો પણ ઓછી થઈ હોવાથી રફની આવકમાં ફરક પડયો છે.
કોરોના મહામારીના બીજા તબક્કા બાદ પરિસ્થિત થાળે પડતાં ડાયમંડ મેન્યુફેક્ચરીગ એકમનો ધમધમાટ ખૂબ જ વધી ગયો છે. નાના, મધ્યમ અને મોટા એકમોમાં તૈયાર હીરાનું ઉત્પાદન ખુબ જ જોરમાં છે. તેથી રફની માંગ વધી છે અને શોર્ટેજને લીધે રફના ભાવ વધી ગયા છે. વિદેશની માઇન્સમાંથી રફનો પુરવઠો ઓછો છે. અને છેલ્લાં થોડાં મહિનાથી પોલિશ્ડની માંગ નીકળી છે.
- Advertisement -
એક અંદાજ અનુસાર ૨૫થી 30 ટકા રફનો પુરવઠો કોરોના કાળ પછી, ઓછો થયો છે, એમ મહિધરપુરા હીરાબજારના વેપારી કીત શાહે કહ્યું હતું. નાના અને મધ્યમ કારખાનેદારો તથા રફના વેપારીઓ રફ ખરીદી માટે વિદેશ જઇ શકતા નથી. ફ્લાઇટની સગવડ અત્યારે નથી. તેની અસર પણ રફના પુરવઠા ઉપર જોવાઇ છે.