ગીર અભયારણ્ય આસપાસ ચાલતા ફાર્મ હાઉસ/રિસોર્ટ વિરૂદ્ધ તંત્રની કાર્યવાહી
વાણિજ્ય હેતુની ચાલતી પ્રવૃતિઓ બંધ કરાવવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
ગીર અભયારણ્ય આસપાસ ચાલતા ફાર્મ હાઉસ/રિસોર્ટ વિરૂધ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા વાણિજ્ય હેતુની ચાલતી પ્રવૃતિઓ બંધ કરાવવામાં આવી છે. ગીર સોમનાથ કલેકટર ની સૂચના તથા માર્ગદર્શન હેઠળ નાયબ કલેકટર વેરાવળ વિનોદ જોશી તથા મામલતદાર, તાલાલાની ટીમ દ્વારા ગીર અભયારણ્ય આજુ બાજુ મનસ્વી રીતે ચાલતા ફાર્મ હાઉસ/રિસોર્ટ વિરૂધ્ધ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે. ભોજદે ગામના બાલાજી ફાર્મ રૂમ 9, ગ્લોરિયસ વિલા રૂમ 13,ધ રોયલ ગીર રૂમ 6,તાજગી ફાર્મ(હાલ શિવાય ફાર્મ) રૂમ 6,કિચન 1,ઓમ ફાર્મ 17 રૂમ,ગીર અતિથિ પ રૂમ, મારુતિ વિલા રૂમ 8 તથા ડાઈનિંગ હોલ,ફોરેસ્ટ રેન્જ રૂમ 11 તથા હોલ 1 તથા ચિત્રોડ ગામના મુરલીધર ફાર્મ એન્ડ રિસોર્ટ 8 રૂમ,ક્રિષ્ના રિસોર્ટ રૂમ 17કિચન ડાઇનિંગ એરિયા,નેચર રિસોર્ટ રૂમ 12 કિચન ડાઇનિંગ એરિયા,ગીર વિવાન રૂમ 9 કિનારે રિસોર્ટ રૂમ 17સીલ કરી વાણિજ્ય હેતુની ચાલતી પ્રવૃતિઓ બંધ કરાવવામાં આવી છે.



