મેન ઓફ ધ મેચ બનનારને પ્રોત્સાહક ઇનામોથી નવાજાયા
રોલેક્સ કપ ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને તુષાર રાચ્છ, ક્ધિનર આચાર્ય તેમજ આયોજક કમિટીમાં કુલદીપસિંહ રાઠોર, ભીખુભાઈ રાઠોડ, કમલેશ ગુપ્તા,
દિપક દાસ, નીરવ રાજ્યગુરુ વિગેરેએ સફળ બનાવવા ઉઠાવી સરાહનીય જહેમત
- Advertisement -
પાંચમી જાન્યુઆરીથી 22 માર્ચ સુધી રમાયેલા 28 જેટલા મેચ દરમિયાન મેન ઓફ ધ મેચ બનનાર પ્રત્યેક ખેલાડીને આયોજક ટીમ દ્વારા લાખેણા ઇનામો અપાયા હતા.
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મીડિયા કલબ તેમજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત રોલેક્સ કપ ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.ટુર્નામેન્ટ દરમિયાન મીડિયા કલબની 8 ટીમ તેમજ સરકારી પ્રેસની 12 ટીમો વચ્ચે રસાકસી ભર્યા મેચનો જંગ ખેલાયો હતો. ક્રિકેટ ટૂર્નામેન્ટનું સુપેરે આયોજનમાં રોલેક્સ કપના મનીષભાઈ માડેકાએ અનન્ય જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટ ચાલી ત્યાં સુધી શહેરના રસિકોએ બહોળી સંખ્યામાં હાજર રહીને મેચ નિહાળ્યા હતા. એટલુજ નથી પ્રક્ષકોએ મેચ દરમિયાન ખેલાડીઓનો જુસ્સો વધારવા ચિચિયારીઓથી મેચ સ્થળનું વાતાવરણ ગુંજાવી દીધું હતું.
5 જાન્યુઆરીથી શરૂ થયેલ ટુર્નામેન્ટ 22 માર્ચ સુધી ચાલી હતી. સેમિફાઇનલ અને ફાઇનલ મેચ રાત્રી પ્રકાશમાં યોજાયો હતો. મેચ દરમિયાન અમ્પાયર તરીકે પ્રદિપસિંહ જાડેજા, રાજુભાઈ ગોસ્વામી અતુલભાઇ દેસાઈ વગેરે સેવા આપી હતી. રોલેક્સ કપ ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટના મુખ્ય આયોજકો તરીકે તુષાર રાચ્છ, કિન્નર આચાર્ય તેમજ આયોજક કમિટીમાં કુલદીપસિંહ રાઠોર, ભીખુભાઈ રાઠોડ, કમલેશ ગુપ્તા, મારૂત ત્રિવેદી, દિપક દાસ, નીરવ રાજ્યગુરુ વિગેરેએ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. ટુર્નામેન્ટની સેમી ફાઇનલ કુલછાબ અને રેસ્ટ ઓફ પ્રેસ વચ્ચે રમાઈ હતી. જેમાં ફૂલછાબની ટીમ વિજેતા બની હતી. દરમિયાન ફાઈનલ મેચમાં ફૂલછાબ સામે ગવર્મેન્ટ પ્રેસ વચ્ચે સંગીન જંગ ખેલાયો હતો. તેમાં અંતે ફુલછાબની ટીમે વિજેતા બનીને મેદાન માર્યું હતું. વિજેતા અને રનર્સ અપ ટીમને લાખેણા ઇનામો અપાયા હતા.
સમગ્ર મેચ દરમિયાન દરેક મેચના મેન ઓફ ધી મેચ થયેલા ખેલાડીઓને પ્રોત્સાહક ઇનામો અપાયા હતા.
મેચમાં એન્કરિંગ તરીકે ઋષિ દવેએ સેવા આપી હતી. જ્યારે કોમેન્ટટર તરીકે રાષ્ટ્રપતિ સન્માનિત શિરીષભાઈ ચુડાસમાએ વિનામૂલ્યે સેવા આપી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને જગતભાઈ બીસ્ટર દ્વારા વિના મૂલ્ય પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી. ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેકવિધ સંસ્થાઓ સહભાગી થઈ હતી. જેમાં ક્રાઇટ કોલેજ અને ડીએનસીસીનો પણ સમાવેશ થાય છે. સાથોસાથ સમગ્ર ટુર્નામેન્ટમાં મેડિકલ પાર્ટનર તરીકે ગોકુલ હોસ્પિટલે પોતાની સેવા આપી હતી.
- Advertisement -
રોલેક્સ કપ ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજનને તુષાર રાચ્છ, ક્ધિનર આચાર્ય તેમજ આયોજક કમિટીમાં કુલદીપસિંહ રાઠોર, ભીખુભાઈ રાઠોડ, કમલેશ ગુપ્તા,
દિપક દાસ, નીરવ રાજ્યગુરુ વિગેરેએ સફળ બનાવવા ઉઠાવી સરાહનીય જહેમત મેચમાં એન્કરિંગ તરીકે ઋષિ દવેએ સેવા આપી હતી. જ્યારે કોમેન્ટટર તરીકે રાષ્ટ્રપતિ સન્માનિત શિરીષભાઈ ચુડાસમાએ વિનામૂલ્યે સેવા આપી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને જગતભાઈ બીસ્ટર દ્વારા વિના મૂલ્ય પાણીની સેવા પૂરી પાડવામાં આવી હતી. ઇન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અનેકવિધ સંસ્થાઓ સહભાગી થઈ હતી. જેમાં ક્રાઇટ કોલેજ અને ડીએનસીસીનો પણ સમાવેશ થાય છે. સાથોસાથ સમગ્ર ટુર્નામેન્ટમાં મેડિકલ પાર્ટનર તરીકે ગોકુલ હોસ્પિટલે પોતાની સેવા આપી હતી.
મહાનુભાવોએ ટુર્નામેન્ટ આયોજકોનો વધાર્યો ઉત્સાહ
મેચ આયોજકોને પ્રોત્સાહન આપવા અને ઉત્સાહ વધારવા માટે સમયાંતરે આઈઆરએસ આશિષ પાંડે, ફુલછાબનાતંત્રી જવલંત છાયા, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય, ફુલછાબના મેનેજર નીતુભાઈ જીબા, ક્રાઈસ્ટ કોલેજના જીતેન કક્કડ તેમજ ખાસ ખબર અખબારના માલિક પરેશભાઈ ડોડીયા વિગેરે નામી અનામી મહાનુભાવો હાજર રહ્યા હતા.
નાસ્તાની વ્યવસ્થા પિન્કીબેન તુષારભાઈ રાચ્છ દ્વારા કરાઈ
મેચના પ્રારંભથી અંત સુધી ટુર્નામેન્ટમાં જોડાનાર પ્રત્યેક ખેલાડીને નાસ્તાની ચા નાસ્તાની વ્યવસ્થા પૂરી પાડવામાં પિન્કીબેન તુષારભાઈ રાચ્છ દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. તેઓએ અંગત રસ દાખવીને પ્રત્યેક ખેલાડીઓની તરસ છીપાવી હતી.
શિરીષભાઈની અફલાતૂન કોમેન્ટ્રી
રાજકોટમાં ટુર્નામેન્ટ ચાલ્યો ત્યાં સુધી ક્રિકેટ રસીકોએ રાષ્ટ્રીય રમત રમાતી હોય તે વાતનો અનુભવ કર્યો હતો કારણ કે અહીં કોમેન્ટ્રી બોક્સમાંથી શિરીષભાઈ દ્વારા રજૂ થતી કોમેન્ટ્રી દરમિયાન પ્રેક્ષકો રીતસરના જુમી ઉઠતા જોવા મળ્યા હતા.