ટ્રાફિક જાગૃતિ માટે રોડ સેફટી કાઉન્સિલની જિલ્લાકક્ષાની મીટીંગ કલેકટર કચેરી ખાતે કલેકટર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે યોજાઇ હતી.
આ બેઠકમાં કલેકટર અરુણ મહેશ બાબુએ રોડ અકસ્માત નિવારવા, ગતિ નિયમન માટે યોગ્ય સ્પીડ બ્રેકર બનાવવા, નવા માર્ગો બનાવવા સબંધિત વિભાગની સબંધિત અધિકારીઓએ મંજૂરી મેળવવા, નવ નિર્મિત માર્ગો ઉપર યોગ્ય ડાઇવર્ઝન કરવા, સાઇન બોર્ડ મૂકવા, સ્પીડ બ્રેકર નિયમોનુસાર બનાવવા સહિતના મુદા અંગેનું માર્ગદર્શન અને સુચનાઓ સબંધિત અધિકારી ઓને આપી હતી.
ટ્રાફિક જાગૃતિ માટે અને અકસ્માતો નિવારવા રોડ સેફટીની જાણકારી વિદ્યાર્થીઓને આપવા સમયાંતરે સેસન યોજવા કલેકટર એ જિલ્લા શિક્ષણાધિકારી, પ્રાથમિક શિક્ષણાધિકારી અને ખાનગી સંચાલકોને સૂચના આપી હતી. જેથી બાળકોને રોડ ઉપર કેમ ચાલવું, રોડ કેમ ક્રોસ કરવા, જીબ્રા ક્રોશીંગ, સાઈન બોર્ડની સમજ મળી શકે.
- Advertisement -
આ પ્રસંગે ટ્રાફિક અધિકારી બી.આર. મલ્હોત્રા, સહિતના સંબંધિત અધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર નિશિત કામદાર, મહાનગર પાલિકાના ત્રણેય ઝોનના સિટિ એન્જિનિયરો તથા પંચાયતના હાઇવે ઓથોરિટી, નેશનલ હાઇવે ઓથોરીટી, સ્ટેટ હાઇવે ઓથોરોટીના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહયા હતા.



