101 જર્જરીત ઇમારતોને નોટિસ: 24 ઇમારતો ઉતારી લેવાઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.16
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે રાજ્યમાં ભારે વરસાદ બાદ અસરગ્રસ્ત થયેલા માર્ગોને ઝડપથી રીપેર કરવા અને જર્જરીત પુલોનું નિરીક્ષણ કરીને સલામતી વિષયક પગલા લેવા સૂચના આપી છે. જુનાગઢ મહાનગરના અસરગ્રસ્ત રસ્તાઓનું મરામતકાર્ય પુરજોશમાં ચાલુ છે.
- Advertisement -
હાલ શહેરમાં કુલ 98 કિલોમીટર નુકશાન થયેલ રોડમાં રીપેરીંગ કામગીરી પૂર્ણ કરેલ છે. જુનાગઢ મ્યુનિસિપલ કમિશનર તેજસ પરમારે બાંધકામ શાખાના અધિકારીઓ સાથે રાત્રે મહાનગરપાલિકા દ્વારા ચાલતી રોડ રસ્તા મરામતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. શહેરના ભરડાવાવ ગિરનાર દરવાજા વિસ્તારમાં પેચવર્કના કાર્યનું નિરીક્ષણ કર્યું હતું. જવાહર રોડ અને જોષીપરા વિસ્તારમાં જર્જરિત ઇમારતો અંગે નિરીક્ષણ કર્યું હતું.
કુલ 15 વોર્ડમાં અંદાજે 9150 ઘન મીટર વેટમિક્સથી પેચ વર્કની કામગીરી કરવામાં આવેલ છે. કુલ 18 જેસીબી મશીન 3 રોલર, 60 માણસો, 28 ટ્રેક્ટરથી કામગીરી ચાલુ છે. જેમાં હાલ કમિશનર દ્વારા કરેલ સ્થળ મુલાકાત સમયે શહેરના ભરડાવાવ વિસ્તાર, ગિરનાર દરવાજા વગેરે વિસ્તાર મા વેટમિક્સ, જીએસબીથી પેચ વર્ક કરવામાં આવેલ. જેમાં 1 જેસીબી 3 ટ્રેક્ટર 20 લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો. જયારે ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ચોમાસા ઋતુ પહેલા કુલ 101 સંપૂર્ણ જર્જરિત ઇમારતોને નોટિસ આપેલ. જેમાંથી 20 ઇમારતો જેતે આસામી દ્વારા ઉતરેલ છે અને 4 ઇમારતો બાંધકામ શાખા ઉતારવાની કામગીરી ચાલુ છે.



