રાજકોટ મહાનગરપાલિકાની પ્રોજેક્ટ શાખા દ્વારા તા.૧૮/૦૯/૨૦૨૧નાં રોજ સેન્ટ્રલ ઝોન ખાતે વોર્ડનાં નગર સેવકો માટે પ્રોજેક્ટ શાખા દ્વારા અમલીકૃત સરકાર પુરસ્કૃત રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજનાના જે મુખ્યત્વે પાંચ ઘટકો પૈકી જન સમુદાયોને સ્પર્થે છે એવા ત્રણ ઘટકો SM & ID,સ્વ સહાય જૂથ સંબધિત યોજના SEP બેંકેબલ સ્વરોજગાર કાર્યક્રમ,ESTP તાલીમ કાર્યક્રમ બેંકેબલ યોજના તથા કોવિડ – ૧૯નાં અંતર્ગત પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાવેલ PM SVAnidhiઆત્મનિર્ભર યોજના અને રાજ્ય સરકાર ની મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાનો લાભ ચૂંટાયેલી પાંખનાં માધ્યમ થી વોર્ડના સંગઠન સુધી પહોંચે અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સરકાર ની યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે જાણકારી આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાંઅધ્યક્ષસ્થાને રાજકોટ મહાનગરપાલિકાનાં મેયર ડૉ.પ્રદિપડવ, ડેપ્યુટી મેયર દર્શિતાબેન શાહ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ,શાસકપક્ષનેતા વિનુભાઈ ધવા દંડક સુરેન્દ્ર સિંહવાળા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા તથા વિવિધ સમિતિના ચેરમેન ઓ અને કોર્પોરેટર ઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
આ કાર્યક્રમની શરૂઆતમાંશિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા દ્વારા માર્ગદર્શનમાં ઉપસ્થિત સૌ પદધિકારીઓ તથા અન્ય કોર્પોરેટરઓને આવકારી ચુટાયેલી પાંખના માધ્યમથી શહેરી ગરીબોને છેવાળા સુધી સરકારની વિવિધ યોજનાનો લાભ પ્રોજેક્ટ શાખાનાં માધ્યમથી મળી રહે તે માટે વોર્ડ સંગઠન ટીમ સુધી યોજનાનો પ્રચાર પ્રસાર કરવાજણાવેલ હતું. અને આ માટે પ્રોજેક્ટ શાખાની વોર્ડ લેવલે કાર્યરત સમાજ સંગઠકો ટીમ લીડરો અને ઘટક વાઈઝ મેનેજરો દ્વારા યોજનાકીય લાભ સરળતાથી મળે તે દિશામાં કામગીરી કરવા અનુરોધ કર્યો હતો.તેમજ પ્રોજેક્ટ શાખાના આસી.મેનેજર એચ.જી મોલીયા દ્વારા પ્રોજેક્ટ શાખા હસ્તકની વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સરળતાથી મળી રહે તે માટે સંપૂર્ણ સહયોગ આપવા ખાતરી આપવામાં આવેલ હતી.ત્યારબાદ પ્રોજેક્ટ શાખાના સીનીયર કોમ્યુનીટી ઓર્ગેનાઈઝર દિપ્તીબેન આગરીયા દ્વારા રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન યોજના કેન્દ્ર સરકાર પુરસ્કૃત, PMSVAnidhi યોજના તથા મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ હતી.
સમગ્ર કાર્યક્રમનેસફળ બનાવવા શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિચેરમેન જ્યોત્સનાબેન ટીલાળા તથા આસી.મેનેજર એચ.જી.મોલીયાનાં માર્ગદર્શન હેઠળપ્રોજેક્ટશાખાના કોમ્યુનીટી ઓર્ગેનાઈઝરોતથા NULM મેનેજરોએ જેહેમત ઉઠાવી હતી.



