સિવિલમાં દરરોજ 10થી હૃદય રોગના દર્દીઓ નોંધાય છે : દરરોજ હૃદય બંધ પડવાની સરેરાશ 3થી 4 ઘટનાઓ
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રભરમાં હૃદય સંબંધિત રોગનું જોખમ વધ્યું છે. જેમાં રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષકનું નિવેદન સામે આવ્યું છે. તેમાં જણાવ્યું છે કે રાજકોટમાં દરરોજ 20થી 25 દર્દીઓ નોંધાઈ રહ્યા છે. સિવિલમાં દરરોજ 10થી વધુ હૃદય રોગના દર્દીઓ નોંધાય છે.
દરરોજ હૃદય બંધ પડવાની સરેરાશ 3થી 4 ઘટનાઓ બને છે. હૃદય સંબંધિત બીમારી હોય તો બેદરકારી દાખવવી નહીં. તેમજ તાત્કાલિક સારવારથી જીવન બચાવી શકાય છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હૃદય રોગ સબંધિત રોગનું જોખમ વધ્યું છે. દરરોજ રાજકોટ સિવિલ હોસ્પિટલના કાર્ડિયાક વિભાગમાં જ દરરોજ 4 થી 5 દર્દીઓના હ્રદય સબંધિત ઓપરેશન થાય છે. ખાનગી હોસ્પિટલમાં પણ હૃદય રોગ સબંધિત દર્દીઓની મોટા પ્રમાણમાં ફરિયાદ છે. દરરોજ હૃદય બંધ પડવાની સરેરાશ 3 થી 4 ઘટનાઓ બની રહી છે.
બે દિવસ પહેલા રાજકોટ સિવિલમાં પીએમ કરતા સમયે પણ ચાલુ ફરજે એક તબીબને હૃદય રોગનો હુમલો આવ્યો હતો. હૃદય રોગનો હુમલો આવતા ડોકટરને સિવિલમાં જ તાત્કાલિક સારવાર આપી જીવ બચાવી લેવામાં આવ્યો હતો. સિવિલ અધિક્ષકનું નિવેદન છે કે હૃદય રોગ સબંધિત કોઈ બીમારી હોય તો લોકોએ બેદરકાર બનવું નહી. જેમાં તાત્કાલિક સારવારથી જીવન બચાવી શકાય છે.