સૌરાષ્ટ્ર ઉ5રથી વેર્સ્ટન ડિસ્ટર્બન્સ પસાર થતુ હોય આજે અને કાલે આંશિક વાદળછાયુ વાતાવરણ રહેશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે સવારે અનેક સ્થળોએ આંશિક વાદળછાયુ વાતાવરણ સાથે ઝાકળ છવાયુ હતું
- Advertisement -
ગઇકાલથી વિન્ડ પેર્ટન ચેન્જ થઇ હોય ઠંડીમાં ઘટાડો થયો છે. ત્યારે હવે સૌરાષ્ટ્ર ઉ5રથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યૂં હોય આજે સવારથી વાતાવરણમાં ફેરફાર દેખાયો હતો.હવામાન વિભાગના સુત્રોનાં જણાવ્યા મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઇ રહ્યું હોય આજે સવારનાં ભાગે આંશિક વાદળા છવાયા હતા હજુ આવુ વાતાવરણ આવતીકાલે પણ રહેશે અને ઠેર ઠેર સવારના ભાગે આછેરા વાદળા સાથે ધુમ્મસ છવાશે બાદ તા.15થી ફરી ક્રમશ: ઠંડી વધશે. દરમ્યાન આજે સવારે રાજકોટ શહેરમાં પણ આંશિક વાદળીયુ વાતાવરણ છવાવા સાથે સવારે લઘુતમ તાપમાન 18.7 ડિગ્રી નોંધાયુ હતું અને હવામાં ભેજ 71 ટકા રહ્યો હતો. તેમજ પવનની સરેરાશ ઝડપ 10 કિ.મી. રહેવા પામી હતી.
જયારે આજે સવારે રાજકોટ ઉપરાંત અન્ય સ્થળોએ પણ સામાન્ય ઠંડી યથાવત રહી હતી. હવામાન વિભાગ અનુસાર આજે સવારે અમદાવાદમા ર1.3, અમરેલીમાં 19.8, વડોદરામાં 19.4, ભાવનગરમાં ર1 તથા ભુજ ખાતે 14.6 ડિગ્રી સાથે સામાન્ય ઠંડી અનુભવાઇ હતી. ઉપરાંત આજે સવારે દમણમાં 24.2, ડિસામાં 17.5, દિવમાં 23.1, દ્વારકામાં 18.9, ગાંધીગનરમાં 20.8, જુનાગઢમાં 19.8 ડિગ્રી તેમજ કંડલા ખાતે 16.4 ડિગ્રી અને નલિયામાં 12.6 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું.
તથા આજે સવારે ઓખામાં 22.8, પાટણમાં 17.5 અને પોરબંદરમાં 19.5 ડિગ્રી, લઘુતમ તાપમાન નોંધાવા પામ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આજથી બે-ત્રણ દિવસ અગાઉ જ ખાસ કરીને નલિયા-ગાંધીનગરમાં તિવ્ર ઠંડીનો અનુભવ થતો હતો. જોકે વિન્ડ પેર્ટન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે સવારનું તાપમાન ઉંચકાતા માત્ર ગુલાબી ઠંડી અનુભવાઇ રહી છે.