ગિરનાર પર્વત પર 9 ડિગ્રી ઠંડી સાથે પવનના સુસવાટા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ શહેરમાં છેલ્લા બે દિવસથી ગરમીનો પારો ઉચક્યો હતો અને બપોરના સમયે ગરમીનું પ્રમાણ વધ્યું હતું જયારે આજે સવારથી અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ઠંડીનો જોર વધ્યું હતું તેની સાથે પવનની ગતિ વધતા ગિરનાર રોપ-વે બંધ કરવો પડ્યો હતો.
- Advertisement -
કૃષિ યુનિવર્સીટીના હવામાન વિભાગના ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે, આજે સવારે ઠંડીનું જોર વધ્યું હતું તાપમાન ઘંટીને 14.09 ડિગ્રી સાથે રહ્યું હતું તેની સાથે પવનની ગતિ પણ વધી હતી જે 15 કિમિ આસપાસ જોવા મળી હતી જયારે ભેજનું પ્રમાણ 75 જોવા મળ્યું હતું.જયારે બપોરના સમયે 25 થી 26 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળશે.જયારે આજે મોડી રાત અને વેહલી સવારથી પવન ગતિ વધી હતી અને ગિરનાર પર્વત 60 કિમિ આસપાસ પવન ફુંકાતા રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય કંપની દ્વારા કરવામાં આવ્યો હતો સુસવાટા સાથે પવન ફુંકાતા 9 ડિગ્રી સાથે ગિરનાર પર્વત ઠંડોગાર બન્યો હતો.રોપ-વે બંધ થતા અનેક યાત્રિકોએ સીડી ચડીને યાત્રા કરી હતી.તો અમુક યાત્રિકોને પરત જવું પડ્યું હતું.