ડૉ.એમ.એ.નંદાણીયા વર્ષ 1990થી ફરજ બજાવતા હતા
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.8
- Advertisement -
જૂનાગઢ ડો.સુભાષ મહિલા આર્ટ્સ કોમર્સ એન્ડ હોમસાયન્સ કોલજ,જૂનાગઢના મનોવિજ્ઞાન વિષયના અધ્યાપક ડો.એમ.એ.નંદાણીયા વય નિવૃત થતા ડો.સુભાષ કોલેજ પરિવાર દ્વારા વિદાય સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ડો.એમ.એ.નંદાણીયા સુભાષ મહિલા કોલેજમાં વર્ષ 1990થી ફરજ બજાવતા હતા ફરજ દરમ્યાન અનેક વિદ્વાન પ્રોફેસરનીચે ઘડતર અને પ્રેરણા પામેલ ડો.એમ.એ.નંદાણીયા ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સીટીમાં પીએચ.ડીના ગાઈડ તરીકે સેવા આપી હતી. અને મનોવિજ્ઞાન અનુસ્નાતક ભવનના પ્રો.ઇન્ચાર્જ તરીકે પણ ફરજ બજાવી છે.
એમના માર્ગદર્શન નીચે 4 જેટલા વિધાર્થીઓએ સશોધન કરી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. મનોવિજ્ઞાન વિષયના બોર્ડ અને મંડળમાં પણ તેઓએ પોતાની સેવાઓ આપી છે. આ કાર્યક્રમમાં ડો.સુભાષ કોલેજનો સમગ્ર સ્ટાફ હાજર રહ્યો હતો.અને સહુએ 33 વર્ષ સાથે રહ્યાની સ્મૃતિઓ વાગોળી હતી.આ તકે કોલેજના પ્રમુખ શ્રી જવાહરભાઈ ચાવડાએ ડો.એમ.એ. નંદાણીયાને નિવૃત્તિ સમયે અંતરની શુભેચ્છાઓ પાઠવી શેષ જીવન નિરામય વીતે એવી કામના કરી હતી.