લખતરના ઝમર ગામે પીળાં વસ્ત્રો પહેરી સાધુવેશ ધારણ કર્યો હતો
ગાયત્રી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
પોલીસ વિભાગમાં કેટલાંક નામો આજીવન યાદ રહે છે. રાજકોટ અને સૌરાષ્ટ્રના પોલીસ ઇતિહાસમાં એવું જ એક નામ જો કોઇનું હોય તો તે સુખદેવસિંહ ઝાલાનું છે. એક સમયે ક્રાઈમની દુનિયામાં તેમનું નામ પડતું તો ગુનેગારો રીતસર ધ્રૂજતા હતા, જોકે ત્યાર બાદ તેમણે સાધુ વેશ ધારણ કર્યો હતો. સૌરાષ્ટ્રની અપરાધી આલમમાં તેમનો ખૌફ હતો. તેમણે આ ફાની દુનિયાથી 27 જુલાઇને રવિવારના રોજ વહેલી સવારે અંતિમ વિદાય લીધી હતી. તેમના ગાયત્રી પરિવાર દ્વારા એમની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરિવારજનોની હાજરીમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી. સવારે સ્નાન કરીને આવ્યા બાદ અચાનક હૃદયરોગનો હુમલો આવતાં એમનું આકસ્મિક અવસાન થયું હતું.
પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે પોતાની અલગ જ ઓળખ ઉભી કરનાર નિવૃત ઉુજઙ સુખદેવસિંહ ઝાલાએ નિવૃત થયા બાદ છેલ્લાં દસેક વર્ષથી વેદ માતા ગાયત્રી માતાજીની ઉપાસના કરી લોક ઉપયોગી પ્રવૃતિ પોતાનો જીવન મંત્ર બનાવ્યો હતો. નિવૃત્ત થયા બાદ સુખદેવસિંહ ઝાલાએ હરિદ્વાર ખાતે શાંતિ કુંજ ખાતે વેદ માતા ગાયત્રીની ઉપાસના કરી હતી અને તેમના ગુરુદેવના આદેશ અનુસાર તેમના વતન લખતર ખાતેના ઝમર ખાતે મોટી સંખ્યામાં વૃક્ષારોપણ અને ઉછેર કર્યો છે.
સુખદેવસિંહ ઝાલા ગુનેગારોમાં કડક અધિકારીની છાપ ધરાવતા હતા
ગુનેગારોમાં કડક સુખદેવસિંહ ઝાલાની નિવૃત્તિના અંતિમ દિવસે ઉુજઙ તરીકે બઢતી મળી હતી અને સરકાર દ્વારા તેમના કામની કદર કરી બે વર્ષ સુધી એકટેન્શન આપવામાં આવ્યું હતું. તેઓએ પીએસઆઇ તરીકે કારર્કિદીની શરૂઆત કર્યા બાદ પોરબંદર, ખંભાળિયા અને જસદણ પંથકમાં ફરજ બજાવી હતી. સુખદેવસિંહ ઝાલા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પ્રમાણિક અને કર્તવ્ય નિષ્ઠા સાથે ફરજ બજાવી હોવાથી તેઓએ સારી એવી લોકચાહના મેળવી હતી. કડક અધિકારીની છાપ ધરાવતા હતા ગુનેગારો ગામ છોડી ને ભાગી જતા હતા. જામ ખંભાળિયા અને પોરબંદર વિસ્તાર તે સમયે દાણચોરી માટે કુખ્યાત બન્યો હતો. પરંતુ સુખદેવસિંહ ઝાલા પોરબંદર અને ખંભાળિયામાં પોસ્ટિંગ થયાનું જાહેર થતાની સાથે જ દાણચોરી સાથે સંકળાયેલા માથાભારે શખસો ગામ છોડી દેતા અને તેનો બે નંબરનો ધંધો સંકેલી લેતા હતા. અને ઘાતક હથિયારનો ઢગલો થઇ ગયો હતો.
- Advertisement -
દેહદાનનો સંકલ્પ કર્યો હતો
સુખદેવસિંહ ઝાલાએ પોતાના મૃત્યુ બાદ મૃતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેતો દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો. જામનગરની બેડમિન્ટન સોસાયટીમાં પ્રતાપ પેલેસની બાજુમાં ’સજલ શ્રદ્ધા’માં રહેતા નિવૃત્ત એસીપી સુખદેવસિંહ હનુભા ઝાલાને કરેલા સંકલ્પપત્રમાં જણાવ્યું છે કે તેમના મૃત્યુ બાદ પરિવારે રોકકળ કરવાની નથી, ખરખરો કરવાનો નથી, કોઇએ બેસણું રાખવાનું નથી, કોઇએ શોક રાખવાના નથી, મુંડન શુદ્ધીકરણ. બારમું. સરાવવાની વિધિ બાદ મૃતદેહને જામનગરની એમ.પી.શાહ મેડિકલ કોલેજને સોંપી દેતો દેહદાનનો સંકલ્પ જાહેર કર્યો હતો.
નિવૃત્તિના અંતિમ દિવસે પ્રમોશન મળ્યું
એ સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સુખદેવસિંહ ઝાલાની ટેક્નિકલ કારણોસર અટકેલી ફરજ દરમિયાન હકની રકમનો તાત્કાલીક નિવેડો લાવ્યા હતા અને નિવૃત્તિના અંતિમ દિવસે ડીવાયએસપી તરીકે પ્રમોશન મળતાં તેમની વધુ બે વર્ષ સુધી સેવા આપવા એક્સટેન્શન આપ્યું હતું.
જાંબાઝ PI સુખદેવસિંહ ઝાલાએ નિવૃતિ પછી સંન્યાસ લઈ લીધો હતો. અપરાધીઓ પણ સુખદેવસિંહ ઝાલાને માનભેર જ બોલાવતા. ખાસ-ખબરે
23 ઓગસ્ટ 2020ના રોજ તેમના અંગત જીવન અંગે લેખ પણ લખ્યો હતો