ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટમાં BSNLના ચીફ મેનેજર તરીકે ફરજ બજાવી નિવૃત થયેલ અધિકારી સાયબર ફ્રોડનો શિકાર બન્યા છે. તમારી વિરુદ્ધ વોરંટ છે કહી નકલી પોલીસ ઈન્સ્પેક્ટરે બાટલીમાં ઉતારી એક કરોડનો ચુનો લગાવ્યો છે.
એરપોર્ટ રોડ ઉપર આવેલ યોગેશ્વર સોસાયટીમાં રહેતા નિવૃત્ત અશ્વીનભાઈ તલાટીયાએ સાઈબર ક્રાઈમ પોલીસમાં તેની સાથે રૂપિયા એક કરોડની ઠગાઈ થઈ હોવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં ગત તારીખ 97 ના તેમના વોટ્સએપમાં ફોન આવેલ અને સામે વાળા વ્યકિતએ તેની ઓળખ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાંથી ઙઈં અજય પાટીલ તરીકે આપી હતી. અને કહ્યું કે તમારા વિરુદ્ધ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. જેમાં નરેશ ગોયેલ નામના શખ્સની મની લોંડરીંગના ગુનામાં ધરપકડ કરેલ છે.
અજય પાટીલે તેના સીનીયર ઓફિસર વિનય કુમાર ચોબે સાથે વાત કરાવી અને તેણે કહ્યું કે, તમારૂ વોરંટ નીકળી ગયેલ છે. અને આ કેસ મારા હાથમાં નથી. હવે મારા સીનીયર આકાશ કુલહરી સાથે વાત કરો જેથી તેની સાથે વાત કરેલ અને તેને SKYPE નામની એપ્લીકેશન ડાઉનલોડ કરાવી હતી. બાદમાં તમારે આ કેસમાંથી નીકળવું હોય તો તમારે સુપ્રિમ કોર્ટમાં હાજર રહેવા એપ્લીકેશનમાં નોટિસ મોકલી હતી.
- Advertisement -
જેથી તેઓએ બે કલાકમાં સુપ્રિમ કોર્ટમાં પહોંચી ન શકું તેમ કહેતા સામે વાળાએ તમારું ફાયનાન્સ આરબીઆઈ ઓડીટર પાસે ચેક કરાવવું પડશે કહી પછી ફોન મુકી દીધેલ હતો. બાદમાં એપ્લીકેશનમાં એકાઉન્ટ નંબરોના લેટર મોકલી પૈસા ટ્રાન્સફર કરવાનું કહ્યું હતું. જેથી કટકે-કટકે રૂપિયા 1 કરોડ ટ્રાન્સફર કર્યા બાદ આકાશ કુલહરીએ કેસના ઇન્સ્પેકશન માટે વધુ 30 લાખ જમા કરાવવા પડશે જેથી તેઓ તેના મિત્ર પાસે જઈ પૈસા માંગતા સંપૂર્ણ ઘટનાનો ભાંડો ફૂટયો હતો. જેથી તેઓની સાથે છેતરપિંડી થઈ હોવાની સાઈબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ગઠિયાઓની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી છે.
છેલ્લા એક વર્ષમાં પકડાયેલા નકલી અધિકારીઓની યાદી
જૂનાગઢમાંથી નકલી ડીવાયએસપી
જૂનાગઢમાંથી મંત્રીનો નકલી પીએ
રાજકોટમાં નકલી પોલીસ કોન્સ્ટેબલ
અમદાવાદમાંથી નકલી છઅઠનો અધિકારી
અરવલ્લીમાંથી નકલી ડે.કલેક્ટર
અમદાવાદમાંથી નકલી ગૃહ મંત્રાલયનો અધિકારી
સુરતમાંથી નકલી આઈપીએસ અધિકારી
સુરતમાંથી નકલી CID અધિકારી
ગાધીનગરમાંથી નકલી FC અધિકારી